• ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળ પરત ખેંચાઇ, CJI સાથે મુલાકાત બાદ નિર્ણય
    ગુજરાત 22-11-2022 08:44 AM
    • જસ્ટિસ નિખિલ એસ.કેરિયલની પટણા હાઇકોર્ટમાં બદલી કરવાની ભલામણને લઈ કરવામાં આવી હતી હડતાળ
    અમદાદાવદ

    સુપ્રીમકોર્ટના કોલેજીયમ દ્વારા ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ નિખિલ એસ.કેરિયલની પટણા હાઇકોર્ટમાં બદલી કરવા અંગેની ભલામણના વિરોધમાં હડતાળ પર ઉતરેલા ગુજરાત હાઇકોર્ટના વકીલોએ હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે.આજથી તમામ વકીલો ફરી કાર્યરત થઈ જશે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સાથે મુલાકાત કર્યા બાદ મંગળવારે યોજાયેલી ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનની બેઠકમાં હડતાળ સમેટવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

    ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ નિખિલ એસ.કરિયલની પટણા હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની સુપ્રીમ કોર્ટના કોલેજીયમની ભલામણના સમાચાર મળતાં જ ગુજરાત હાઇકોર્ટના વકીલોમાં નારાજગી વ્યાપી હતી. ખિન્ન થયેલા ગુજરાત હાઈકોર્ટના વકીલો હડતાળ પર ઉતરી ગયા હતા. જસ્ટિસ નિખિલ કેરિયલની સૂચિત બદલીના વિરોધમાં હાઇકોર્ટના વકીલોએ ગત શનિવારે ગેટ નંબર-2 પાસે શાંતિપૂર્ણ દેખાવો યોજ્યા હતા. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને પગલે હાઇકોર્ટની વિવિધ કોર્ટોમાં કોર્ટ કામગીરી ખોરવાઈ હતી. હાઇકોર્ટ ખાતે વકીલોની હડતાળે એસ.જી હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો અને નાગરિકોનું પણ ધ્યાન ખેંચ્યું હતું.

    ગુજરાત હાઈકોર્ટ વકીલ એસોસિયેશને હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર સમક્ષ રજૂઆત કરી હતી. જે બાદ એડવોકેટ એસોસિએશનનું સાત સભ્યોનું પ્રતિનિધિમંડળ ગુજરાત હાઈકોર્ટના જજ નિખિલ કેરિયલની બદલી અંગે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાને મળ્યું હતું. આ દરમિયાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચુડે કહ્યું હતું કે, 'તમારી માંગ યોગ્ય છે પરંતુ વકીલોએ હડતાળ પર ન જવું જોઈએ.'

    સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સાથે મુલાકાત બાદ ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનની બેઠક યોજાઈ હતી. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનની બેઠકમાં હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી ગુજરાત હાઇકોર્ટના વકીલો ફરી કાર્યરત થઈ જશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!