• ગુજરાત યુનિવર્સિટીમાં UPSC પ્રવેશ પરીક્ષા 4 જૂને યોજાશે
    મુખ્ય શહેર 21-3-2023 12:55 PM
    • પરીક્ષા પરીણામ 15 જૂને જાહેર કરવામાં આવશે
    • પ્રવેશ પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ 30 મે સુધી રહેશે
    અમદાવાદ

    ગુજરાત યુનિવર્સિટીમાં UPSCના તાલીમ વર્ગની પ્રવેશ પરીક્ષા 4 જૂને યોજાશે. ગુજરાત યુનિવર્સિટીની સ્થિત પ્રજ્ઞા પીઠમ આઈએએસ ટ્રેનિંગ સેન્ટર દ્વારા 2023-24માં પ્રવેશ માટેની પરીક્ષાનું આયોજન 4 જૂને કરવામાં આવ્યું છે. જ્યારે આ પરીક્ષા પરીણામ 15 જૂને જાહેર કરવામાં આવશે. આ પ્રવેશ પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ 13 માર્ચથી 30 મે સુધી રાખવામાં આવી છે.દેશભરમાં વિદ્યાર્થીઓ UPSCની તૈયારી કરે છે અને તે પરીક્ષા પાસ કરી ઉચ્ચ અધિકારી બનાવવા માગે છે. ગુજરાત યુનિવર્સિટીમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) સિવિલ સર્વિસિસની વિવિધ સેવાઓ માટે યોજાનારી પરીક્ષા માટે તાલીમ શરુ થવા જઈ રહી છે. જૂન મહિનામાં યોજાનારા પ્રશિક્ષણ વર્ગોમાં સ્નાતક થયેલા યુવાનોને ભાગ લેવા માટે તક મળશે.

    કોઈ પણ ક્ષેત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવેલી હોવા જોઈએ. ત્યારબાદ તેની પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે. જનરલ કેટેગરીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 50 ટકા મેળવનાર અને રિઝર્વ કેટેગરીમાં 45 ટકા સાથે સ્નાતક થયેલા ઉમેદવાર આ વર્ગમાં પ્રવેશ માટે અરજી કરી શકશે. ગુજરાત યુનિવર્સિટીની સ્થિત પ્રજ્ઞા પીઠમ આઈએએસ ટ્રેનિંગ સેન્ટર દ્વારા 2023-24માં પ્રવેશ માટેની પરીક્ષાનું આયોજન 4 જૂને કરવામાં આવ્યું છે. જ્યારે આ પરીક્ષા પરીણામ 15 જૂને જાહેર કરવામાં આવશે. આ પ્રવેશ પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ 13 માર્ચથી 30 મે સુધી રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એક વર્ષના કોર્સ માટે વિદ્યાર્થીઓએ વાર્ષિક 15 હજાર રુપિયા ફી ભરવાની રહેશે.ભારતમાં IAS અધિકારીઓની કુલ 4926 કેડર સંખ્યા છે. જેમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા સિવિલ સર્વિસ પરીક્ષા યોજ્યા કરવામાં આવ્યું હતુ. જેમાં 3511 IAS અધિકારીઓની સીધી ભરતી કરવામાં આવી હતી. બાકીના 1,415 IAS અધિકારીઓને રાજ્ય નાગરિક સેવાઓ દ્વારા પ્રમોશન આપવામાં આવે છે
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!