• અડધા ગાંધીનગરમાં મિલકતવેરાનાં બિલ પહોંચ્યાં જ નહીં
    મુખ્ય શહેર 29-5-2023 09:32 AM
    • બિલ ભરવાની મુદત વધારીને રિબેટ યોજનાનો લાભ વધુમાં વધુ રહીશોને થાય તે માટે વસાહત મહાસંઘની રજૂઆત
    ગાંધીનગર

    ગાંધીનગર મહાનગરપાલિકા આ વખતે તો મિલકતવેરો ઉઘરાવવામાં પણ ગોથે ચઢ્યો છે.પહેલા ઘણા વિસ્તારોમાં મિલકતવેરાના બિલો પહોંચાડવામાં આવ્યા જેમાં વેરો ભરવાની છેલ્લી તારીખમાં ભુલ કરી હતી જેના કારણે રહિશો દોડતા થયા હતા ત્યારે એપ્રિલ મહિનો પુરો થવા આવ્યો હોવા છતા ગાંધીનગરના ઘણા વિસ્તારોમાં હજુ સુધી મિલકતવેરાના બિલો પહોંચ્યા નથી. આવી સ્થિતિમાં બિલ ભરવાની મુદ્દત વધારીને રિબેટ યોજનાનો લાભ વધુ રહીશો લઇ શકે તે માટેની વ્યવસ્થા કરવા વસાહત મહાસંઘે રજુઆત કરી છે.

    ગાંધીનગર કોર્પોરેશને નાણાકિય વર્ષ ૨૦૨૩-૨૪ના વર્ષના મિલકતવેરાના બિલો મિલકતધારકોને પહોંચતા કરવા માટે એજન્સીને કામ સોંપ્યું છે પરંતુ એપ્રિલ માસ પુરો થવા આવ્યો હોવા છતા ગાંધીનગરના ઘણા વિસ્તારોમાં હજુ સુધી મિલકતવેરાના બિલો પહોંચ્યા નથી જેથી વસાહતીઓ અને મિલકતધારોક હાલ અસમંજસની સ્થિતિમાં મુકાયા છે. મિલકતધારકોને તા.૩૧ એપ્રિલ પહેલા બીલ ભરીને રિબેટ યોજનાનો લાભ લેવો છે પરંતુ બિલ જ નહીં પહોંચ્યા હોવાને કારણે રહિશો તેનો લાભ લેતા નથી તો એપ્રિલ માસ બાદ વ્યાજ સહિત કે દંડ સાથે વેરો વસુલ કરવામાં આવનાર છે તેવી સ્થિતિમાં રિબેટ મેળવવા માટે છેલ્લી તારીખની મુદ્દતમાં વધારો કરવા માટે વસાહત મહાસંઘના પ્રમુખ કેસરીસિંહ બિહોલા સહિત અન્ય વસાહતીઓ દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. ખાસ કરીને નવા સેક્ટરો તથા કોર્પોરેશનના ગામોમાં બીલ પહોંચ્યા નથી ત્યારે રિબેટ યોજનાના પુરી થવાની છે તેના ત્રણ-ચાર દિવસ પહેલા પણ બીલ તંત્ર પહોંચાડી શક્યા નથી તેવી સ્થિતિમાં બીલ ભરવાની છેલ્લી તારીખ વધારીને રિબેટ યોજનાનો વધુમાં વધુ મિલકતધારકો લાભ લે તે માટેનું આયોજન કરવા પણ માંગણી વસાહત મહાસંઘે કરી છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!