• હંસિકા મોટવાણીએ હાથ પર મુકી મહેંદી
    મુખવાસ 3-12-2022 09:31 AM
    હંસિકા મોટવાણી આજે બોયફ્રેન્ડ સોહેલ કથુરિયા સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ લગ્નને જોવા માટે ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ પહેલા હંસિકા મોટવાલી જયપુર પહોંચી અને હવે તેના લગ્નની વિધિઓ શરૂ કરી હતી. તેની મહેંદી સેરેમની યોજાઈ હતી જેમાં તેને હાથ પર સોહેલના નામની મહેંદી મુકી હતી.

    હંસિકા મોટવાણીના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે અને હવે તેના હાથે 'સોહેલ કથુરિયા'ના નામની મહેંદી લાગી ગઈ છે. હંસિકા મોટવાણી ઓરેન્જ આઉટફિટમાં જોવા મળી રહી છે અને તેના ચહેરા પર સ્મિત દેખાઈ રહ્યું છે. આજે તે 'સોહેલ'ની દુલ્હન બનશે.

    હંસિકા મોટવાણીએ લગ્ન પહેલા બેચલરેટ પાર્ટી રાખી હતી. વીડિયોમાં તે તેની ગર્લ ગેંગ સાથે ડાન્સ કરતી જોવા મળી હતી, તેના શર્ટ પર બ્રાઇડ લખેલું હતું. આ વીડિયોને શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું કે, 'બેસ્ટ બેચલરેટ પાર્ટી.' આની સાથે દિલ સાથે ઈમોજી બનાવવામાં આવી હતી.આટલું જ નહીં, લગ્ન પહેલા અભિનેત્રીની પૂજા પણ કરવામાં આવી હતી. તે માતા કી ચૌકી માટે મુંબઈ આવી હતી અને આ દરમિયાન તે લાલ સાડીમાં જોવા મળી હતી.

    હંસિકા મોટવાણીને 'સોહેલ કથુરિયા'એ ખાસ રીતે પ્રપોઝ કર્યું હતું. હંસિકા મોટવાણીને 'સોહેલ કથુરિયા'એ 'એફિલ ટાવર' સામે ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કર્યું હતું. હંસિકા મોટવાણી જયપુરના મુંડોટા ફોર્ટ અને પેલેસમાં લગ્ન કરશે. 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!