• દિલબર ગર્લ નોરાનાં જન્મદિવસે ફેન્સ દ્વારા શુભકામના
    મુખવાસ 6-2-2023 10:13 AM
    • ચાહકો તેની ફ્રી સ્ટાઇલ અને ડાન્સ મૂવ્સના દિવાના છે
    અભિનેત્રી નોરા ફતેહીએ સોમવારે તેનો 31મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેના લાખો ફ્રેન્સે તેને શુભકામના આપી છે. નોરાનો જન્મ 6 ફેબ્રુઆરી 1992ના રોજ ટોરોન્ટોમાં થયો હતો. અભિનેત્રીએ પોતાના ડાન્સથી બધાને દિવાના બનાવી દીધા છે. તેના દરેક ડાન્સ સોંગ રિલીઝ થતાની સાથે જ વાયરલ થઈ જાય છે. નોરા બોલિવૂડમાં દિલબર ગર્લ તરીકે જાણીતી છે. તેમનું આ ગીત આખી દુનિયામાં છવાયું હતું.

    નોરાએ પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત ફિલ્મ રોરઃ ટાઈગર્સ ઓફ ધ સુંદરવનથી કરી હતી. આ સાથે તેણે ઘણી ફિલ્મો અને ગીતોમાં કામ કર્યું. હિન્દીની સાથે અભિનેત્રી તેલુગુ, તમિલ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ સિવાય અભિનેત્રી રિયાલિટી શોમાં પણ જોવા મળી છે. નોરાએ બિગ બોસ સીઝન 9માં વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે પ્રવેશ કર્યો હતો. તેને 84માં દિવસે બિગ બોસના ઘરમાંથી બહાર કરવામાં આવી હતી. આ સિવાય તેણે ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા'માં પણ ભાગ લીધો છે. પરંતુ નોરાને વાસ્તવિક ઓળખ 2018ની ફિલ્મ સત્યમેવ જયતેના દિલબર ગીતથી મળી હતી. આ ગીત પછી તે દિલબર ગર્લ તરીકે પ્રખ્યાત થઈ ગઈ. ચાહકો તેની ફ્રી સ્ટાઇલ અને ડાન્સ મૂવ્સના દિવાના છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!