• મ.પ્રદેશ, રાજસ્થાનમાં ભારે વરસાદ, જનજીવન પ્રભાવિત
    મુખ્ય સમાચાર 23-8-2022 01:20 PM
    • બન્ને રાજ્યમાં અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ, શાળાઓ બંધ, નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ, એનડીઆરએફની ટીમો તૈનાત
    •   શિપ્રા, નર્મદા, ગંભીર, કાલીસિંધ, તવા, ચંબલ સહિત મોટાભાગની નદીઓમાં પૂરની સ્થિતિ, મોટીસંખ્યામાં લોકો અસરગ્રસ્ત બન્યા
    દિલ્હી

    ઉત્તર અને મધ્ય ભારતમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત બન્યું છે. છેલ્લા 24 કલાકમાં મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ધોધમાર વરસાદથી કેટલાક જિલ્લામાં પરિસ્થિતિ વણસી છે. સ્થાનિક તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. બન્ને રાજ્યના મુખ્યમંત્રીઓ દ્વારા લોકોને સચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. બન્ને રાજ્યમાં ભારે વરસાદથી નદીઓ અને ડેમના જળસ્તરમાં વધારો થયો છે. ગુજરાતની નદીઓમાં પણ પાણીના સ્તરમાં વધારો થયો છે. મધ્યપ્રદેશમાં શિપ્રા, નર્મદા, ગંભીર, કાલીસિંધ, તવા, ચંબલ સહિત મોટાભાગની નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર, પંજાબ, હરિયાણા સહિતના રાજ્યમાં વધુ વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે.

    રાજસ્થાનમાં મંગળવારે સતત બીજા દિવસે પણ ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. કોટા, ઝાલાવાડ, ટોંક, બરાન અને પ્રતાપગઢ જિલ્લાના ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઉદયપુરમાં ભારે વરસાદ વચ્ચે નેશનલ હાઈવે પર એક પહાડ પરથી ખડક પડી. જોકે કોઈ મોટી દુર્ઘટના થઈ નથી. રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે ચંબલ નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.

    કરૌલી જિલ્લામાં ચંબલ નદીનું જળસ્તર વધવાને કારણે 50થી વધુ ગામડાંનો સંપર્ક તૂટી ગયો છે. આ ગામોમાં વહીવટી તંત્રની ટીમ પહોંચી શકી નથી. પાણીના કારણે રસ્તો બંધ છે. ચંબલ નદીમાં જળસ્તર વધવાને કારણે ધોલપુર જિલ્લાના અનેક ગામોમાં પૂરનું જોખમ છે. પ્રશાસને લોકોને સલામત સ્થળે લઈ જવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

    મધ્યપ્રદેશમાં આકાશમાંથી સતત વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં સ્થિતિ કથળી રહી છે. છેલ્લા 24 કલાકમાં મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં રેકોર્ડ બ્રેક 10 ઈંચથી વધુ વરસાદ થયો છે. વરસાદની મોસમ હજુ અટકી નથી. રાજ્યની શિપ્રા, નર્મદા, ગંભીર, કાલીસિંધ, તવા, ચંબલ સહિતની મોટાભાગની નદીઓ ભારે પાણી નો પ્રવાહ વહી રહ્યો છે. રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ જારી રહ્યો છે. અહીંની નદીઓ પર બનેલા તમામ ડેમના દરવાજા એક પછી એક ખોલવામાં આવી રહ્યા છે.  
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!