• હિલેરી ક્લિન્ટનની અગરિયાઓનાં વિકાસ માટે જાહેરાત
    આંતરરાષ્ટ્રીય 6-2-2023 11:29 AM
    • 50 મિલિયન ડોલરની મદદની જાહેરાત
    સુરેન્દ્રનગર

    અમેરિકાનાં પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન અગરિયાનો ઝીરો બીએચકે બંગલો જોવા આજે કૂડા રણમાં આવ્યાં હતાં, જ્યાં તેમણે મહિલાઓના હાથે મીઠું મુઠ્ઠીમાં લઈને તેને પકવવાની આખી પ્રોસેસ જાણી હતી અને અગરિયાઓ સાથે બે કલાક જેટલો સમય ગાળ્યો હતો.સુરેન્દ્રનગરના ખારાઘોડા તેમજ આજુબાજુના વિસ્તારમાં અગરિયાઓ અને તેમનો પરિવાર મીઠું પકવી અને પોતાનું જીવન ધોરણ ગુજારતા હોય છે.  આ સાથે પછાત મહિલાઓના વિકાસ માટે ક્લિન્ટન ફાઉન્ડેશનમાંથી 50 મિલિયન ડોલરની જાહેરાત કરી હતી. આ ઉપરાંત તેમણે મહિલાઓને સંબોધતાં કહ્યું હતું કે 'તમને જેના પર કામ કરવું હોય તેના આઇડિયા આપજો, આપણે એના પર કામ કરીશું. સુરેન્દ્રનગરના ખારાઘોડા સહિતના આસપાસના ભાગોમાં કાળી મજુરી કરીને સફેદ મીઠું પકવતા અગરીયાઓની વ્હારે અમેરિકાના પુર્વ વિદેશીમંત્રી હિલેરી કલીંટન આવ્યા છે અને અગરીયાઓના વિકાસ તથા જીવનધોરણ સુધારવા માટે 50 મીલીયન ડોલરની સહાય આપવાની જાહેરાત કરી હતી. તેઓ અગરીયાઓની અનેકવિધ સમસ્યાઓથી વાકેફ થયા હતા અને સેવા સંસ્થા મારફત ઉત્થાનના કાર્ય કરવાનું કહયું હતું. ઉપરાંત તેઓ પાસેથી સુચનો પણ માંગ્યા હતા.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!