• હિના ખાન તુર્કીમાં માણી રહી છે વેકેશન

    મુખવાસ 2-12-2022 11:00 AM
    • અભિનેત્રીએ સોશિયલ મીડિયામાં પ્રવાસના ફોટો શેર કર્યા

    ટીવી અને ઓટીટી પ્લેટફોર્મ પર છવાઈ ગયેલી અભિનેત્રી હિના ખાન હવે તેની સુંદરતાને લઈ સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. આ અભિનેત્રીએ ખૂબ જ ઓછા સમયમાં નામ કમાઈ લીધું છે. હિનાખાન હાલના દિવસોમાં વિદેશના પ્રવાસે છે. પ્રવાસને ખૂબ એન્જોય કરી રહી છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. હિના ખાન હાલમાં તુર્કીમાં છે અને હવે તેની કેટલીક તસવીરો સામે આવી છે.આ તસવીરો હિના ખાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ ફોટોમાં તમે જોઈ શકો છો કે તે ઓરેન્જ કલરના ટોપ અને જીન્સમાં જોવા મળી રહી છે. આ લુકમાં હિના ખાનની ખૂબ જ સિમ્પલ સ્ટાઈલ જોવા મળી રહી છે.

    હિના ખાને આ આઉટફિટ સાથે સફેદ રંગના જૂતા પહેર્યા છે અને તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને સાથે જ કાળા રંગની બેગ પણ છે. આ ફોટોમાં તે સીડી પર બેઠેલી જોવા મળી રહી છે અને ખૂબ જ સુંદર લાગી રહી છે.

    હિના ખાન તુર્કીમાં ફરતી અને તેના જીવનની દરેક ક્ષણનો આનંદ માણતી જોવા મળે છે. 

    હિના ખાન તુર્કીના સ્થળો નિહાળી રહી છે. શિયાળાની હોવાથી તેણીએ જેકેટ અને કેપ પહેરી છે અને તે કેમેરાની સામે ફોટા ક્લિક કરતી જોવા મળે છે.હિના ખાને આ તસવીરો શેર કરતી વખતે એક કેપ્શન પણ લખ્યું છે. અભિનેત્રીએ લખ્યું, ‘જબ આપ ઘૂમતે હૈ તો મતલબ ફુલ મસ્તી’. આ ફોટાને અત્યાર સુધીમાં લાખો લાઈક્સ મળી ચૂક્યા છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!