• ગૃહિણીએ 16 વર્ષ બાદ ધો. 12ની પરીક્ષા પાસ કરી 
    મુખ્ય શહેર 31-5-2023 09:56 AM
    સુરત

    કહેવાય છે કે ભણતરને કોઈ ઉંમર નડતી નથી. જેનું ઉત્તમ ઉદાહરણ શહેરમાં એક્સટર્નલ તરીકે પરીક્ષા આપનાર 33 વર્ષના તૃપ્તિ દવે બન્યા છે. આર્થિક કારણોને કારણે અને જવાબદારીઓને કારણે તેમણે તેમનું ભણતર છોડવું પડ્યું હતું. પરંતુ જરૂરિયાત મંદ બાળકોને નિ:શુલ્ક ભણાવી રહેલા સરકારી શાળાના પ્રિન્સિપાલ નરેશ મહેતા પાસે તેઓએ ઓનલાઇન ક્લાસ કરીને ધોરણ 12 ની સામાન્ય પ્રવાહની પરીક્ષા 69% એ પાસ કરી છે. આજે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ત્યારે આવી મહિલાઓના મુખ પર પણ આજે ખુશી જોવા મળી રહી છે. આ વચ્ચે યોગીચોક વિસ્તારમાં રહેતા તૃપ્તિ દવેની ખુશીનો પણ પાર નથી. કારણ કે 17 વર્ષ બાદ આપેલી પરીક્ષામાં તેઓ માત્ર પાસિંગ પોઇન્ટ જ નથી લાવ્યા , પરંતુ 69% એ પાસ થયાછે. જેને લઈને તેમના બાળકો પણ ખુશખુશાલ છે. તૃપ્તિબેન દવેએ જણાવ્યું હતું કે, મેં ધોરણ-10 પાસ કર્યુ હતું . પરંતુ તે સમયે ઘરની પરિસ્થિતિ સારી ન હતી અને બાદમાં ટૂંક સમયમાં મારા લગ્ન થવાના હતા ત્યારે મારા સાસુ ન હોવાને કારણે મારે ઘર કામ શીખવું પડે તેવું હતું. જેને લઇને મેં ભણતર છોડી દીધું હતું. 17 વર્ષની ઉંમરે મારા લગ્ન થઈ ગયા હતા અને હાલ યોગી ચોક ખાતે રહુ છું અને મને 15 વર્ષનો દીકરો અને 11 વર્ષની દીકરી છે.

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેમને ભણાવવાની સાથે સાથે મારા મનમાં પણ ભણવાની ઈચ્છા હતી. જેને માટે મારા પતિ તેમજ સાસરાપક્ષના દરેક વ્યક્તિઓએ પ્રોત્સાહન આપ્યું અને બાદમાં લક્ષ્મી માતાના વ્રતની ગોરણીના સમયે નરેશ મહેતા સરની દિકરી અમારે ત્યાં આવી હતી અને તેણે તેના પિતા નિ:શુલ્ક ક્લાસ કરાવતા હોવાની વાત કરી હતી. જેને લઈને મેં ઓનલાઇન ક્લાસીસ શરૂ કર્યા હતા. હું સવારે 4 વાગ્યે ઊઠીને, બપોરે તેમજ રાત્રે વાંચન કરતી હતી. જેથી બાળકોનો તેમજ પરિવારનો ટાઈમ પણ સચવાયેલો રહે છે. આજે મારા 69% આવ્યા છે જેને લઈને હું તથા મારો સમગ્ર પરિવાર ખુશ છીએ. મારે આગળ સંસ્કૃત અને સમાજશાસ્ત્ર સાથે BA કરી મારી ઓળખ ઉભી કરવી છે. આ અંગે પતિ રાહુલ દવે જણાવ્યું હતું કે, સપોર્ટ તો હતો પરંતુ તેની મહેનત રંગ લાવી છે અને મને આજે સૌથી વધારે ખુશી થાય છે કારણ કે આજે મારો જન્મદિવસ છે અને આજ દિવસે મને આટલું મોટું ગિફ્ટ મળ્યું છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!