• કેવી રીતે થયો પેટ્રોલિયમ કંપની આઈઓસી પર સાઈબર એટેક! : તેજ દફતરી
    આર્ટિકલ 29-4-2022 10:56 AM
    તેજ દફતરી
    30 એપ્રિલ, 2022

    ગયા લેખમાં આપણે જોયું હતું કે કેવી રીતે રસ્તા ઉપરના અકસ્માત વળતરના દાવાઓને ઝડપી બનાવવા માટે સરકાર દ્વારા e-DAR પોર્ટલ બનાવવામાં આવેલ છે. હવે આપણે આ લેખમાં જોઈશું કે કેવી રીતે ઓઈલ ઈન્ડિયા નામની પેટ્રોલિયમ કંપની ઉપર સાયબર એટેકઃ રશિયન માલવેર દ્વારા નાઈજીરીયાના ઓરિજિનથી પ્લાન્ટ કરવામાં આવ્યો હતો. ઓઇલ ઇન્ડિયાએ દુલિયાજણ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. હેકરોએ એક પીસીને હેક કરી તેની અંદર એક નોટ દ્વારા રેન્સમ તરીકે અંદાજિત US$ 75,00,000ની માંગણી કરી છે. કન્સલ્ટન્ટ તરીકે ઓઇલ ઇન્ડિયાએ આંતરરાષ્ટ્રીય સાયબર સિક્યોરિટી એક્સપર્ટની મદદ લીધેલ છે.

    જાહેર ક્ષેત્રની તેલ કંપની, ઓઈલ ઈન્ડિયા લિમિટેડ (OIL) પર રેન્સમવેર નામનો જે સાયબર હુમલો નાઈજીરીયામાં આવેલા સર્વરમાંથી ચોરાયેલા રશિયન માલવેર દ્વારા કરવામાં આવ્યો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે તે નાઈજીરીયાના સર્વરમાંથી થયેલ રશિયન માલવેર હતો. ઓઇલ ઇન્ડિયાએ એક પ્રેસ કોન્ફેરેન્સમાં જણાવ્યું હતું કે તેના ઉપર થયેલા આ રેન્સમવેર હુમલાને કારણે તેને કોઈ આર્થિક નુકસાન થયું નથી. અને તેની કામગીરી સરળતાથી ચાલી રહી છે.

    પોલીસે એક પ્રેસ અહેવાલમાં જણાવ્યું છે કે, “યોગ્ય શોધ સાથે, એવી જાણ કરવામાં આવે છે કે અમને IT વિભાગના DGM-IT કેશબ બોરા તરફથી 12.04.2022 ના રોજ એક ઈમેલ મળ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે 10.04.2022 ના રોજ OLL ના એક કમ્પ્યુટર સિસ્ટમ ઉપર રેન્સમવેર નામનો સાયબર હુમલો થયો છે. અને તેનાથી તેમના કલાયંટ્સ અને તેમના સર્વર વર્ક સ્ટેશન ઉપર તેની ખરાબ અસર પડી શકે તેમ છે.”

    અને એફઆઈઆરમાં વધુ જણાવવામાં આવ્યું છે કે, “વધુ માં વધુ, તે તેમના ધ્યાન પર પણ આવ્યું છે કે, સાયબર હુમલાખોરે હેક કરેલ પીસીની ઉપર એક નોટ દ્વારા ખંડણી તરીકે 75,00,000 યુએસ ડોલરની માંગણી કરી છે. આમાં નોંધની વિગતો અને ઈમેલની નકલની કોપીના સંદર્ભો માટે બંધ કરવામાં આવી છે.

    હાલમાં, OIL ઇન્ડિયાના સર્વર, નેટવર્ક અને અન્ય સંબંધિત સેવાઓ પ્રભાવિત છે. તે સ્પષ્ટ છે કે OlL ઇન્ડિયાએ એક જાહેર ક્ષેત્રની ઉપક્રમ કંપની છે. જેનું શેર બજારમાં લિસ્ટિંગ પણ છે. આનો પ્રભાવ કંપનીના શેરના ભાવમાં ઘણી વધ ઘાટ રૂપે જોવા મળે છે. આ સાયબર હુમલાને કારણે - રેન્સમવેર, OIL ઇન્ડિયા અને Govt. તિજોરીને ભારે નાણાકીય નુકસાન થયું છે. તથા તેનું કારણ એ છે કે માહિતી તકનીક મારફતે કારોબારને ગંભીર અને ખરાબ અસર થઈ છે. આથી OIL ઇન્ડિયાના કંપનીને પોલીસ દ્વારા એક FIR દાખલ કરવા જણાવવામાં આવેલ છે. FIR એ કોઈપણ સાયબર ગુનામાં થતી છેતરપિંડી અને તેનું નુકશાન કોર્ટ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવે છે. 

    OILઇન્ડિયાના નવા પ્રવક્તા ત્રિદિવ હઝારિકાએ પ્રેસને જણાવ્યું હતું કે, “ડેટા સુરક્ષિત છે, કંપની પ્રોટોકોલ મુજબ, અમે અમારી કમ્પ્યુટર સિસ્ટમને ફરી સક્ષમ કરી દીધી છે. હેક થયેલ કમ્પ્યુટર્સની આગળ તપાસ કરવામાં આવી રહી છે. અમારું SOP ચાલી રહ્યું છે અને તેથી કામગીરી સરળતાથી ચાલી રહી છે.”

    અને તેમણે આગળ ઉમેર્યું છે કે , “અમારું આ IT વિભાગ તબક્કાવાર કમ્પ્યુટર્સને પુનઃસ્થાપિત કરશે. તથા આ કમ્પ્યુટર્સ લેન (લોકલ એરિયા નેટવર્ક) ની બહાર મૂકવામાં આવ્યા છે. અમારી આ એન્ટી ડ્રિલિંગ પ્રવૃત્તિઓ દ્વારા કોઈપણ વિક્ષેપ વિના કમ્પ્યુટરને ચાલુ કરવાની પ્રક્રિયા આગળ ચાલુ છે.” કમ્પ્યુટર વાયરસ અને રેનસોમવેરને લગતી કોઈપણ તકલીફમાં લેખક સક્ષમ છે.* 
    (*શરતોને આધીન) 

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!