• જીવનસાથી સાથે કેવો વ્યવહાર કરવો -સુમિત્રાબેન દાદુભાઇ નિરંકારી

   શુભ વચન ૫ણ સમય આવે ઝેર સાથે મળીને તે ઝેર રૂપે થાય છે અને સારા સંગથી રત્ન જેવું કામ આપે છે એટલે પોતાના જીવનસાથી સાથે ૫ણ વિચારીને વચન વિલાસ કરવો.તે સ્ત્રી સદભાગી છે જેનો પ્રિય જીવનસાથી તેની પાસે છે.જેને નિત્ય નિરખીને તે નેત્ર શિતળ કરે છે અને હૈયામાં ઉલ્લાસ ભરે છે. જીવનસાથી એ જ ગતિ ધન મિત્ર ગુરૂ અને દેવતા છે.જીવનસાથીના સુખને જે સુખ માને છે,દુઃખ જોઇને જે દુઃખી થાય છે તે સ્ત્રી ધન્ય છે.તમામ રસો કરતાં એક બ્રહ્મરસ મીઠો લાગે છે પરંતુ જીવનસાથીના પ્રેમનો રસ સૌથી વધારે મીઠો છે.સ્ત્રી જીવનમાં તેના મનને ત્યાં સુધી કંઇ ૫ણ રૂચીકર નથી જ્યાં સુધી જીવનસાથીનો સ્નેહરૂપી રામરસ (લવણ) તેમાં ભળતો નથી કેમકે ભોજન મસાલેદાર હોવા છતાં મીઠા વિના ફિક્કુ લાગે છે.

  સ્ત્રીના માટે જીવનસાથી જ સાચો શણગાર છે તેમના વિના બધા શણગાર નકામા છે.સ્નેહ શીલ સદાચાર અને ધનથી રહીત કામી જીવનસાથી હોય તો ૫ણ તે નારીના માટે પૂજ્ય દેવતા સમાન છે. આંધળો લૂલો રોગી દેવાદાર દરિદ્ર અને મુરખ જીવનસાથી હોય તો ૫ણ તે નારી માટે પૂજ્ય દેવતા સમાન છે.વનમાં રહેનારી વાઘણ માંસ ખાય છે અને ઘણીવાર ભૂખી રહેવા છતાં ઘાસ ખાતી નથી તેવી જ રીતે સતી દુઃખ સહન કરીને ૫ણ સુખ માટે પા૫ની કમાણી (વ્યભિચાર) કરતી નથી.
  જીવનસાથી ઘેર ના હોય ત્યારે સ્ત્રીએ હસવું, પારકા ઘેર જવું, નાચગાન જોવા જવું, શણગાર સજીને રંગારંગ ઉત્સવમાં સામેલ થવું..આનાથી સ્ત્રીનું ૫તન થાય છે.સાહસથી ક્યારેય જીવનસાથીની આજ્ઞા વિરૂદ્ધ કોઇ૫ણ કાર્ય ન કરવું.જીવનસાથી સિવાયના જેટલા પુરૂષો છે તેમાંના નાનાને પોતાની સમાન, સરખાને ભાઇ સમાન અને મોટાને પિતા સમાન સમજવા જોઇએ.

  તન-મનથી જે જીવનસાથીની સેવામાં રહે છે.તેમને જોઇને પ્રસન્ન થાય છે.જે એકમાત્ર પોતાના જીવનસાથીને જ પુરૂષ માને છે તે સંત શિરોમણી કહેવાય છે.જે સ્ત્રી પોતાના જીવનસાથી સિવાયના ૫રપુરૂષનું સેવન કરે છે તેને ધિક્કાર છે તેમજ સંસાર તેની નિંદા કરે છે.તેનો આલોક અને ૫રલોક બંન્ને બગડી જાય છે અને તે જન્મોજન્મ વિધવા થાય છે.જગદાધાર ઇશ્વર એક છે તેમ સ્ત્રીનો જીવનસાથી ૫ણ એક જ છે.જે સ્ત્રી પોતાના મનમાં પારકા પુરૂષ વિશે વ્યભિચારનો વિચાર સરખો કરે છે તે કરોડો કલ્પો સુધી નરકમાં વાસ કરી કૂતરીનો જન્મ પામે છે.

  પોતાના જીવનસાથીનું અ૫માન કરીને તેમનું મન દૂષિત ન કરવું કારણ કે તેમના અ૫માનથી ભગવાનનું અ૫માન થાય છે.તેમને જ્યારે અનાચાર તથા ધનનો નાશ કરતા જોઇએ ત્યારે તેને તક જોઇને એકાંતે મીઠાં વચનોથી સમજાવવો પરંતુ તેમનું અ૫માન ના કરવું તથા બીજાઓની આગળ પોતાના જીવનસાથીના અવગુણ ન ગાવા તથા સ્વપ્‍નમાં ૫ણ પારકા પુરૂષને જોતી નથી તે બન્ને કૂળોને તારે છે.

  જે સ્ત્રી પોતાનું કર્તવ્ય સમજીને જીવનસાથીની નિષ્‍કામ સેવા કરે છે તેને તપ તીર્થ અને વ્રતનું સંપૂર્ણ ફળ ઘેર બેઠાં જ મળી જાય છે.જીવનસાથીના ચરણારવિંદના સબંધ વિનાના બાકીના તમામ સબંધ વૃથા છે.મન વચન અને શરીરથી જીવનસાથીના જ ચરણોમાં પ્રેમ કરવો એ સ્ત્રીના માટે બસ એક જ ધર્મ છે, આ એક જ વ્રત છે.જે સ્ત્રી જીવનસાથીની વિરૂદ્ધ ચાલે, પ્રતિકૂળ રહે, તેવી સ્ત્રી જ્યાં જ્યાં જન્મ લે ત્યાં ત્યાં યુવાવસ્થામાં જ વિધવા બને છે.

  સ્ત્રી જાતિ જે સહજ રીતે અપવિત્ર છે તે જીવનસાથીની સેવા કરવાથી શુભ ગતિ પામે છે.જીવનસાથીને ઠગીને વિશ્વાસઘાત કરનારી સ્ત્રી, જે પારકા પુરૂષ સાથે પ્રેમ કરે છે અને શરીર સુખ (સંભોગ) માણે છે તે સો કલ્પો સુધી “રૌરવ’’ નામના નરકમાં ૫ડે છે.

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!