• ઋતિક રોશન અને દીપિકા ફાઇટરને લઇને રોમાંચિત
    મુખવાસ 6-2-2023 10:10 AM
    • અક્ષય ઓબેરોયની ફિલ્મમાં એન્ટ્રી, 2024માં ફિલ્મ રજૂ કરાશે
    ઋતિક રોશન અને દીપિકા પદુકોણ પોતાની આગામી ફિલ્મ ફાઇટરને લઇને ભારે ઉત્સુક છે. પ્રથમ વખત બંને સાથે કામ કરવા જઇ રહ્યા છે. અક્ષય ઓબેરોય પણ હવે ફિલ્મમાં કામ કરશે.. આ ફિલ્મ ૨૦૨૪ના રિલીઝ થવાની છે.આ ફિલ્મ ભારતની પહેલી એકિયલ એકશન ફિલ્મ હોવાનું કહેવાય છે.  અક્ષય ફિલ્મ ફાઇટરમાં વાયુ સેનાના ઓફિસરની ભૂમિકા ભજવવાનો છે. અક્ષયે આ બાબતે વાત કરતાં જણાવ્યું હતું કે, મારા માટે આ વરસ રોમાંચક રહેવાનું છે. મને ઘણા સારા અને રસપ્રદ કામ મળ્યા છે. મને અભિનેતાઓના થોડા અદભૂત સમૂહ સાથે કામ કરવાની તક મળી છે. અભિનય એક એવો વ્યવસાય છે,જેમાં દરેક કામથી પ્રેરણા અને નવું શીખવાની તક મળતી હોય છે. તમે તમારા સહ-કલાકારો સાથે પણ કામ કરતા હો ત્યારે કાંઇક નવું શીખવા મળતુ હોય છે. મનેં આ પહેલા દીપિકા પદુકોણ સાથે પીકુમાં કામ કર્યું છે, અને ફરી વખત  તેની સાથે કામ કરવા હુ ઉત્સાહિત છું. અક્ષયે વધુમાં કહ્યું હતું કે,કામ પ્રત્યે ઋતિકનું સમર્પણ પ્રતિભાશાળી છે. તે એક ખુશ મિજાજ સહ કલાકાર છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!