• મહિલા પ્રિમિયર લીગને લઇને ભારે રોમાંચ, માર્ચમાં શરૂઆત
    સ્પોર્ટ્સ 7-2-2023 08:26 AM
    • કુલ 22 દિવસ સુધી ચાલશે મહિલા લીગનુ ઘમાસાણ,
    •  22 દિવસ સુધી ચોગ્ગા છગ્ગાની રમઝટ જોવા મળશે
    જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે ત્યારે મહિલા ક્રિકેટ લીગની માર્ચમાં શરૂઆત થશે. આને લઇને જોરદાર તૈયારી કરવામાં આવી રહી છે. હવે મહિલાઓની ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળશે.

    BCCI એ મહિલા પ્રીમિયર લીગને સફળ બનાવવા માટે ખૂબ મહેનત હાથ ધરી છે. જોકે ટૂર્નામેન્ટના શેડ્યૂલને લઈ હવે રાહ જોવામાં આવી રહી છે.મીડિયા રિપોર્ટ્સનુસાર મહિલા લીગની શરુઆત આગામી મહિને પ્રથમ સપ્તાહમાં મહિના પ્રથમ શનિવારથી થશે. એટલે કે 4 માર્ચથી શરુઆત થઈ શકે છે. પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાય એવી આશા છે. ટૂર્નામેન્ટનુ આયોજન મુંબઈમાં કરવામાં આવ્યુ છે અને 4 થી 26 માર્ચ સુધી ટૂર્નામેન્ટ મુંબઈમાં જ રમાશે. ઈન્ડિયન પ્રીમિયર લીગના અધ્યક્ષ અરુણ ધૂમલે આ અંગેની વિગતો આપી હોવાનુ મીડિયા રિપોર્ટસમાં બતાવ્યુ છે. ધૂમલે કહ્યુ હતુ કે, મહિલા પ્રીમિયર લીગ 4 માર્ચથી લઈને 26 માર્ચ સુધી રમાશે. ટૂર્નામેન્ટની તમામ મેચો મુંબઈમાં રમાનાર છે. જે મેચો બ્રેબોન સ્ટેડિયમ અને ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાનાર છે.આઈપીએલ ના અધ્યક્ષે આગળ વાત કરવા દરમિયાન એ વાતની પણ સ્પષ્ટતા કરી હતી કે, લીગની ખેલાડીઓનુ ઓક્શન પાકિસ્તાન સામેની મેચ બાદ કરવામાં આવશે. આ મેચ ટી20 મહિલા વિશ્વકપમાં રમાનાર છે. જેના એક દીવસ બાદ 13 ફેબ્રુઆરીએ મુંબઈમાં ઓક્શન યોજવામાં આવશે.BCCI, જોકે, અગાઉ 2018 થી પુરુષોની IPL સાથે વિમેન્સ T20 ચેલેન્જરનું આયોજન કરી રહ્યું હતું. WPLમાં કુલ 22 મેચો રમાશે અને ટેબલમાં ટોચ પર રહેનારી ટીમ ફાઈનલ માટે ક્વોલિફાય થશે. ટાઈટલ મેચમાં જગ્યા બનાવવા માટે બીજા અને ત્રીજા સ્થાનની ટીમ વચ્ચે નોકઆઉટ મેચ રમાશે.ટીમોએ પણ આ લીગ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને હાલમાં તેઓ કોચિંગ સ્ટાફની ભરતીમાં વ્યસ્ત છે. મિતાલી રાજથી લઈને ઝુલન ગોસ્વામી આ લીગમાં કોચિંગ કરતી જોવા મળશેલગભગ 1500 મહિલા ક્રિકેટ ખેલાડીઓએ લીગ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને અંતિમ યાદી આ સપ્તાહના અંતમાં જાહેર થવાની ધારણા છે. હરાજીમાં દરેક ફ્રેન્ચાઇઝી ટીમ ખેલાડીઓ પર 12 કરોડ રૂપિયાનો ખર્ચ કરી શકે છે. ટીમોએ ઓછામાં ઓછા 15 અને વધુમાં વધુ 18 ખેલાડીઓ માટે સફળતાપૂર્વક બોલી લગાવવી પડશે.
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.