• અદાણી મામલે સંસદમાં ભારે હોબાળો, તપાસની માંગણી
    મુખ્ય સમાચાર 2-2-2023 11:06 AM
    • ધાંધલ ધમાલ વચ્ચે બંને ગૃહોની કાર્યવાહી મોકુફ, હિન્ડેનબર્ગ રિપોર્ટની સંસદમાં ગૂંજ
    નવી દિલ્હી

    ગૌતમ અદાણી કંપનીઓ સાથે સંબંધિત મામલો હવે સંસદમાં પહોંચી ગયો છે. આજે ગુરૂવારના દિવસે સંસદનાં બંને ગૃહોમાં ભારે હિન્ડેનબર્ગ રિપોર્ટને લઇને ભારે હોબાળો થયો હતો. સંસદનાં બંને ગૃહોની કાર્યવાહી મોકુફ કરવામાં આવી હતી. વિપક્ષ દ્વારા તપાસની માંગણી કરવામાં આવી હતી.અદાણી ગ્રુપ પર કરવામાં આવી રહેલા આરોપોની તપાસ સુપ્રીમ કોર્ટ અથવા તો સંસદીય સમિતિ કરે તેવી માંગણી વિપક્ષ દ્વારા કરવામાં આવી છે.અદાણી મામલે જોરદાર રાજકીય ઘમસાણની પણ શરૂઆત થઇ ગઇ છે. કોંગ્રેસ પાર્ટીએ અદાણી એન્ટરપ્રાઇઝ પર આકરી પ્રતિક્રિયા આપી છે. પાર્ટીનાં મહાસચિવ જયરામ રમેશે કહ્યું છેકે અદાણી દ્વારા નૈતિક રીતે યોગ્ય હોવાની વાત એવી જ છે જેમ તેમના પ્રધાન મેન્ટર દ્વારા સાદગી  વિનમ્રતાની વાત કરવામાં આવે છે.અદાણી એન્ટરપ્રાઇઝે બુધવારે 20 હજાર કરોડ રૂપિયાનાં એફપીઓને પરત ખેંચવા અને રોકાણકારોનાં પૈસા પરત કરવાની જાહેરાત કરી હતી.

    લોકસભા અને રાજ્યસભામાં ભારે હોબાળો બપોર બાદ પણ જારી રહેતા કાર્યવાહી મોકુફ કરવામાં આવી હતી. વિપક્ષી સાંસદોએ અદાણીનાં મુદ્દા પર ચર્ચાની માંગ કરી હતી.ત્યારબાદ ધાંધલ ધમાલ વચ્ચે કાર્યવાહી મોકુફ કરવામાં આવી હતી.હિન્ડેન બર્ગ રિપોર્ટની તપાસ માટે સંસદીય સમિતિ બનાવવા માટેની માંગણી કરવામાં આવી હતી.કોંગ્રેસનાં નેતા મલ્લિકાઅર્જૂન ખડગેએ કહ્યું હતુ કેં આર્થિક દ્રષ્ટિથી જે ઘટના બની રહી છે તેમાં ચર્ચા થવી જોઇએ.પીએમ મોદીએ પણ મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. બજેટ રજૂ કરવામાં આવ્યાનાં એક દિવસ બાદ હિન્ડેનબર્ગ રિપોર્ટને લઇને ભારે હોબાળો થયો હતો. હિંડનબર્ગ રિપોર્ટમાં અદાણી પર થયેલ ટિપ્પણી બાદ સરકારી વીમા કંપનીના શેર સતત ઘટી રહ્યા છે. LICના માર્કેટ કેપમાં લગભગ 65,400 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. બુધવાર સુધીમાં કંપનીનું માર્કેટ વેલ્યુએશન રૂ. 4,44,141 કરોડથી ઘટીને રૂ. 3,78,740 થયું છે. કંપનીના શેરમાં પાંચ દિવસમાં 14.73 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. સરકારી વીમા કંપનીનું કહેવું છે કે તેણે શોર્ટ સેલિંગ ફર્મના રિપોર્ટ પર અદાણી ગ્રુપના મેનેજમેન્ટ પાસેથી સ્પષ્ટતા માંગી છે. અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસમાં LIC 4.23 ટકા હિસ્સો ધરાવે છે.  વીમા કંપની અદાણી પોર્ટ્સમાં 9.14 ટકા અને અદાણી ટોટલ ગેસમાં 5.96 ટકા હિસ્સો ધરાવે છે.

    • અદાણી ગ્રુપ કંપનીઓને એસબીઆઇએ 2.6 અબજ ડોલરની લોન આપી


    • રિઝર્વ બેંકે રિપોર્ટની માંગ બેંકો પાસેથી કર્યા બાદ વિગત સપાટીએ
    દેશની સૌથી મોટી બેંકો પૈકીની એક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ અદાણી ગ્રુપ કંપનીઓને 2.6 અબજ ડોલરની લોન આપી હોવાની વિગત સપાટીપર આવી છે. નામ જાહેર નહીં કરવાની શરતે એક વ્યક્તિએ આ મુજબની વાત કરી છે. એસબીઆઇનાં ચેરમેન દિનેશ કુમારે માહિતી આપતા કહ્યું છે કે અદાણી ગ્રુપ કંપનીઓને સર્વિસિંગ લોન છે. બેંકે જે રકમ આપી છે તેને લઇને હાલમાં કોઇ પડકાર દેખાતો નથી. ગ્રુપ કંપનીઓનાં શેરમાં કડાકો બોલી ગયા બાદ બેંકોને તેમની લોનની રકમ અંગે માહિતી આપવા માટે રીઝર્વ બેંક દ્વારા કહેવામાં આવ્યુ હતુ. લોનની રકમનાં સંબંધમાં એસબીઆઇનાં પ્રતિનિધી દ્વારા કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. અમેરિકા સ્થિત હિન્ડેનબર્ગ રિસર્ચનાં અહેવાલ બાદ અદાણીનાં શેરમાં કડાકો બોલાવ્યો છે.સાથે સાથે રિપોર્ટ બાદ જ ગૌતમ અદાણી દ્વારા કન્ટ્રોલ ધરાવતી કંપનીઓને વિવિધ ફાયનાન્સિયરોની રકમમાં તપાસ કરવામાં આવી રહી છે.પંજાબ નેશનલ બેંકે પણ અદાણી કંપનીઓને 70 અબજ ડોલરની લોન આપી છે.ખાનગી સેક્ટરની બેંક આઇડીએફસી ફર્સ્ટ બેંકે પણ એક્સચેંજ ફાયલિંગમાં કહ્યું છે કે અદાણી ગ્રુપને તેની કુલ લોન પૈકી 0.1 ટકા કરતા ઓછી છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!