• સફળતાને પામીને બેસી રહેવામાં માનતો નથી, વધુ મહેનત કરીશ : કેતન ગજ્જર 

    સક્સેસ સ્ટોરી 23-3-2022 12:16 PM
    અમદાવાદ

    દેશના નાગરીકોએ સમાજના કલ્યાણ માટે સમયસર પ્રમાણીકતાથી ટેક્સ ભરવો જોઈએ કારણ કે સરકાર જનતા અને કોરોના વોરીયર્સ પાછળ કરોડો રૂપિયા વાપરે છે એવું કેતન ગજ્જરે જણાવ્યું હતું. 

    ડેપ્યુટી કમિશનર આૅફ ઇન્કમટેક્સ, મુંબઈ કેતન ગજ્જરે ‘ગુજરાત મેઇલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે મારે પહેલેથી જ સરકારી નોકરી કરવી હતી. હું સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યારે મને કેમેસ્ટ્રી ભણાવતા રાજેશ ગઢિયા જીપીએસસી પાસ કરીને ડીવાયએસપી બન્યા હતા અને તેઓ અમને ઘણીવાર સરકારી નોકરી કરવાના લાભો અંગે અને તેની તૈયારી કેવી રીતે કરવી એ અંગે માર્ગદર્શન આપતા હતા.  આ ઉપરાંત મારા કાકા દીપકભાઈ જે આરએસએસ સાથે સંકળાયેલા છે તેઓ પણ મને પ્રોત્સાહન આપતા હતા. મારું પહેલેથી જ ઇતિહાસ અને જનરલ નોલેજ અંગેનું વાંચન વધારે હતું માટે યુપીએસસીની તૈયારી કરવી મારા માટે પ્રમાણમાં સરળ હતી. મેં વર્ષ 2013માં યુપીએસસીની પરીક્ષા આપી હતી અને વર્ષ 2014માં પરિણામ આવ્યું હતું જેમાં મારો 658 રેન્ક હતો અને મેં પહેલેથી જ ઇન્ડીયન રેવન્યુ સર્વિસ એટલે કે આઇઆરએસને ત્રીજી ચોઇસ આપી હતી. મારું સિલેકશન થઈ ગયું હતું પરંતુ મેં નોકરીમાં એક વર્ષ ડ્રોપ લઈને ફરીથી યુપીએસસીની પરીક્ષા આપી હતી જોકે, હું ઇન્ટરવ્યુ ક્લીયર કરી શક્યો નહોતો. આથી હું એનએડીટી નાગપુર ખાતે તાલીમમાં જોડાઈ ગયો હતો જ્યાં અમને એકાઉન્ટ્સ, ઇન્કમટેક્સના કાયદા વગેરે બાબતોની 16 મહિના તાલીમ આપવામાં આવી હતી. એપ્રિલ 2017માં મારી તાલીમ પૂર્ણ થતાં ઇન્કમટેકસ વિભાગ મુંબઈમાં મને પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું જ્યાં હું આસિસ્ટન્ટ કમિશનર આૅફ ઇન્કમટેક્સ તરીકે જોડાયો હતો અને બઢતી મળતાં હાલમાં હું અહીંયાં જ ડેપ્યુટી કમિશનર આૅફ ઇન્કમટેક્સ તરીકે ફરજ બજાવી રહ્યો છું. હાલમાં કોર્પોરેટ સર્કલ એટલે કે કંપનીના કેસો જોવાની મારી જવાબદારી છે. 

    તેમણે જણાવ્યું કે  ડેપ્યુટી મામલતદાર તરીકે ફરજ બજાવતી આરતી ગોહિલ સાથે મિત્રતા થયા બાદ મેં તેની સાથે લગ્ન કર્યા છે અને મારી સફળતામાં મારા પત્નીનું યોગદાન અમૂલ્ય છે. ભવિષ્યમાં હું વધારે જ્ઞાન મેળવીને બઢતી મેળવવા માગું છું અને સીબીઆઈ, ઇડીમાં પોસ્ટીંગ મળે અથવા વિદેશમાં પોસ્ટીંગ મળે તો ત્યાં કામ કરવા તત્પર છું. મારો જન્મ તા. 1-1-1991ના રોજ સુરેન્દ્રનગરમાં થયો હતો. મારા પિતા રમણીકભાઈ દયાળજીભાઈ ગજ્જર સુરેન્દ્રનગરમાં મિસ્ત્રી કામ કરે છે અને મારી માતા પુષ્પાબહેન છે. મારો ભાઈ હાર્દિક સુરેન્દ્રનગરમાં જ મિસ્ત્રી કામ કરે છે. મેં ધોરણ 10 સુધી સુરેન્દ્રનગરમાં સરકારી સ્કૂલમાં અને ધોરણ 11-12 તિરૂપતિ વિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ અમદાવાદમાં એલ.ડી. એન્જીનીયરીંગ કોલેજમાંથી કોમ્પ્યુટર વિષય સાથે બીઈની ડીગ્રી વર્ષ 2012માં મેળવી હતી. કાૅલેજમાં હતો ત્યારે હું સરદાર પટેલ સેવા સમાજ, મીઠાખળીની લાયબ્રેરીમાં વાંચન કરવા જતો હતો. યુપીએસસીની તૈયારી કરવા માટે હું દરરોજ 12થી 14 કલાક વાંચન કરતો હતો અને સ્પીપામાં મેં એક વર્ષ અભ્યાસ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓ માટે સુચન કર્યું છે કે યુપીએસસીની તૈયારી કરવા પ્લાનિંગ સાથે આકરી મહેનત કરવી જોઈએ. 

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!