• I invest in possibility: Ronil Shah
    સક્સેસ સ્ટોરી 24-3-2022 11:24 AM
    • વ્યક્તિએ ખુશીમાં બહુ ખુશ ન થવું જોઇએ અને દુઃખમાં બહુ દુઃખી ન થવું જોઇએ 
    • તમે જ્યારે યુવાન હોવ અને જલ્દી કોઇ તમારામાં વિશ્વાસ ન મુકે ત્યારે તમારે પોતાનામાં વિશ્વાસ રાખીને આગળ વધવું જોઇએ
    અમદાવાદ

    શહેરના એકમાત્ર ફર્સ્ટ જનરેશન રીયલ એસ્ટેટ ડેવલપર અને બિઝનેસમેન રોનિલ શાહનો જીવન મંત્ર છે ‘ I invest in possibility.’ 

    એચ આર સ્પેસિસ અને શ્રી પાર્શ્વ ગૃપના ફાઉન્ડર રોનિલ શાહે ‘ગુજરાત મેઇલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, જીવનમાં નાની વયમાં હું ઘણા ખાટામીઠા અનુભવોમાંથી પસાર થઇ ચુક્યો છે. મેં વિદ્યાનગર સ્કુલમાંથી અભ્યાસ કર્યો અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની મેકવાયરી યુનિવર્સિર્ટીમાંથી એકાઉન્ટીંગમાં ડીગ્રી મેળવીને  એચ આર અને માર્કેટિંગમાં માસ્ટર્સ કર્યું છે. મારા પિતા ટેક્સટાઇલ્સ, કેમિકલ્સ સહિત અનેક વેપાર સાથે સંકળાયેલા હોવાથી 21 વર્ષે મારી પાસે બે વિકલ્પ હતા- પિતાના વેપાર સાથે જોડાવવું અથવા પોતાનો બિઝનેસ શરૂ કરવો. મેં પોતાનો બિઝનેસ શરૂ કરવાનો નિર્ણય લેતા  પિતાએ મને રૂ.15 લાખ આપ્યા હતા જેનું હું દોઢ ટકો વ્યાજ પણ ચુકવતો હતો. આટલી નાની રકમ હોવાથી મેં ઓગણજમાં જગ્યા ભાડે લઇને પેવર બ્લોક બનાવવાની ફેકટરી શરૂ કરી હતી. મને પેવર બ્લોક બનાવતા નહોતા આવડતા અને તેથી ટ્રાયલ એન્ડ એરર મેથડથી બનાવતા શિખ્યો અને છ મહિનામાં મેં ઘણા અખતરા કર્યા હતા. પ્રથમ બે વર્ષ ઘણો સંઘર્ષ કર્યો અને બિઝનેસ સર્વાઇવ કર્યો. બે વર્ષ પછી મેં આરસીસી રોડ બનાવવાના કોન્ટ્રાકટ લેવાનું શરૂ કર્યું હતું. 

    તેમણે જણાવ્યું કે લોકો એવું માનતા હોય છે કે રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં બિઝનેસ કરવા વધારે ફંડ જોઇએ જોકે હું એવું માનતો નથી, બિઝનેસ માટે કોઇ ફિક્સ ફોર્મેટ હોતો નથી. વર્ષ 2014માં મેં રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં ઝંપલાવવાનો નિર્ણય કર્યો અને પાલડીમાં એક પ્લોટમાં ભાગીદારીમાં પ્રથમ સ્કીમ પાર્શ્વ એનેક્સી શરૂ કરી અને આજ સુધીમાં જુદી જુદી નવથી દસ સ્કીમો પૂર્ણ કરી ચુક્યો છું. હાલમાં ત્રણ સ્કીમોનું કામ ચાલી રહ્યું છે. 

    જીવન અને બિઝનેસ પ્રત્યે પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરતા રોનિલ શાહે જણાવ્યું કે તમે જ્યારે યુવાન હોવ અને જલ્દી કોઇ તમારામાં વિશ્વાસ ન મુકે ત્યારે તમારે પોતાનામાં વિશ્વાસ રાખીને આગળ વધવું જોઇએ. જીવનમાં તમારી પાસે કોઇ ઓપ્શન ન હોય તો તમે ઝડપી પ્રગતી કરી શકો છો. દરેક એન્ટરપ્રેન્યોર પાસે એક જ વિકલ્પ હોય છે કરો યા મરો. વ્યક્તિએ સ્ટ્રેસ મેનેજ કરવાની સાથે પોઝીટિવ થિંકીંગ થકી પોતાનામાં વિશ્વાસ રાખતા શિખવું જોઇએ. મુશ્કેલીઓ ભવિષ્ય માટે ઘડતર કરે છે. વ્યક્તિએ ખુશીમાં બહુ ખુશ ન થવું જોઇએ અને દુઃખમાં બહુ દુઃખી ન થવું જોઇએ. 

    તેમણે વધુમાં જણાવ્યું કે મારી ટીમ મારો પરિવાર છે. મારી કંપનીમાં ત્રણ વર્ષથી ફરજ બજાવતા કર્મચારીઓના સંતાનોના અભ્યાસનો ખર્ચ કંપની ઉઠાવે છે. ભવિષ્યમાં હું વધારેમાં વધારે લોકો સાથે જોડાવવા માંગુ છું. હું એનજીઓ શરૂ કરવા માગું છું જે નવા એન્ટરપ્રેન્યોર્સને પ્લેટફોર્મ પૂરૂં પાડશે. મારે યુવાનોના અભ્યાસ અને બિઝનેસ માટે કામ કરવું છે. એન્ટરપ્રેન્યોર્સને સંદેશો આપતાં રોનિલ શાહે જણાવ્યું કે જીવનમાં કોઇ શોર્ટકટ હોતો નથી. 

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!