• મને જીવનમાં નવા પડકારો લેવા ગમે : ડાૅ.સીએ અંજલિ ચોક્સી 

    સક્સેસ સ્ટોરી 23-3-2022 11:55 AM
    • સીએ ઇન્ટરમીડિએટમાં મારો ઓલ ઇન્ડિયા રેન્ક 43 આવ્યો હતો
    • અમદાવાદ બ્રાન્ચ ઓફ ICAIની મેનેજિંગ કમિટીની હું મેમ્બર છું 
     અમદાવાદ

    મને જીવનમાં નવા પડકારો લેવા ગમે છે એવું ડાૅ.સીએ અંજલિ ચોક્સીએ જણાવ્યું હતું. 

    ડીજેએનવી અૅન્ડ કંપનીના પાર્ટનર ડાૅ.સીએ અંજલિ ચોક્સીએ ‘ગુજરાત મેઈલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે મારો જન્મ કોલકાતામાં થયો છે અને ઉછેર અમદાવાદમાં થયો છે. મેં અભ્યાસ પ્રકાશ હાયરસેકન્ડરી સ્કૂલ અને એચ.એ. કાૅમર્સ કાૅલેજમાંથી બીકોમ કર્યું હતું અને વર્ષ 2002માં પ્રથમ ટ્રાયલે સીએ કર્યું છે. સીએ ઇન્ટરમીડિએટમાં મારો ઓલ ઇન્ડિયા રેન્ક 43 આવ્યો હતો. જીએલએસ યુનિવર્સિટીમાં વર્ષ 2005થી હું વિઝીટિંગ ફેકલ્ટી તરીકે ભણાવતી હતી અને વર્ષ 2010થી 15 સુધી અમદાવાદ યુનિવર્સિટીમાં મેં મૅનેજમેન્ટના વિદ્યાર્થીઓને ભણાવ્યું હતું. એ વખતે દોઢ મહિના માટે હું કેમ્બ્રીજ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરવા ગઈ હતી. વર્ષ 2015માં શિક્ષણ ક્ષેત્ર છોડીને મેં સીએ ફર્મમાં પ્રૅક્ટિસ શરૂ કરી હતી. વર્ષ 2017માં મેં ડેરીવેટીવ્સ ઇન સ્ટોક માર્કેટ વિષયમાં પીએચડી કર્યું હતું. આ ઉપરાંત ઇન્સોલવન્સી પ્રોફેશનલ અને વેલ્યુએશન (સિક્યુરીટીસ)ની પરીક્ષા પણ આપી છે. વર્ષ 2019થી 2022 સુધી હું અમદાવાદ બ્રાન્ચ આૅફ આઈસીએઆઈની મૅનેજિંગ કમિટીમાં મેમ્બર તરીકે ચૂંટાઈ છું અને ભવિષ્યમાં ચેરપર્સનની ચૂંટણી પણ લડીશ. મારા પતિ નિરવ ચોક્સી અમદાવાદ બ્રાન્ચ આૅફ આઈસીએઆઈની મૅનેજિંગ કમિટીના મેમ્બર હતા અને પછી વર્ષ 2018-19માં ચેરમેન તરીકે ચૂંટાયા હતા. 

    તેમણે જણાવ્યું કે જુદા જુદા જર્નલમાં મારા 30 આર્ટિકલ પ્રસિદ્ધ થયા છે અને 5000 એમસીક્યુ ઓન આઈબીસી એકઝામિનેશન પર બુક લખી છે જેનું પબ્લિકેશન ટેક્સમેને કર્યું છે. આ ઉપરાંત અનેક જગ્યાએ મેં કિનોટ સ્પીકર અને ગેસ્ટ ફેકલ્ટી તરીકે લેકચર્સ આપ્યા છે. સપ્ટેમ્બર, 2020માં એસોસિએશન આૅફ વેલ્થ મૅનેજમેન્ટ આૅફ ઇન્ડિયા લિડિંગ કેટેગરીમાં ટોપ 100 વુમન ઇન ફિનાન્સ ઇન ઇન્ડિયા અૅવોર્ડ મને એનાયત કરવામાં આવ્યો હતો. ભવિષ્યમાં હજુ પણ નવા કોર્ષ ભણવા માંગુ છું અને આઈએફઆરએસ પણ ભણીશ. દેશમાં વધારે છોકરીઓ સીએ બને એ માટે પ્રયાસો કરીશ અને અમદાવાદ બ્રાન્ચ આૅફ આઈસીએઆઈના મહિલા સભ્યો માટે કશુંક કરવા માંગુ છું. હું જ્યારે સ્કૂલમાં ભણતી હતી ત્યારે વૅકેશનના સમયનો નવું શિખવા સદુપયોગ કરતી હતી. ધો.12ના વૅકેશનમાં સીએ ધર્મેશ પરીખ અૅન્ડ કંપનીની ફર્મમાં 3 મહિના કામ કર્યું હતું અને તેમણે જ મને સલાહ આપી હતી કે એમબીએના બદલે મારે સીએ કરવું જોઈએ. મને મહાભારત, ગીતાસાર જેવી સ્પીરીચ્યુઅલ પ્રવૃતિઓ ગમે છે. આ ઉપરાંત હું નેચરલવર છું અને મને ટ્રાવેલિંગનો પણ શોખ છે. મારો મેસેજ The limits we think in our mind are the limits we set for ourself  છે. 

    તેમણે વધુમાં જણાવ્યું કે મારા પિતા મનુભાઈ મિસ્ત્રી એકાઉન્ટન્ટ અને માતા ગીતાબહેન ગૃહિણી છે. મારી બહેન ઝરણા મિસ્ત્રી સીએસ છે અને તે ન્યૂઝીલૅન્ડમાં છે અને ભાઈ પ્રતિક બિઝનેસ કરે છે. મારા પતિ નિરવ ચોકસી સીએ છે, 12 વર્ષની પુત્રી વૃષ્ટિ અને પાંચ વર્ષનો પુત્ર ક્રિશિવ છે. 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!