• ભીતરી ભોગળ જો ખૂલે તો... ઃ વર્ષા જાની
    આર્ટિકલ 22-2-2022 10:16 AM
    વર્ષા જાની

    ઘણીવાર માણસ અઢળક મુશ્કેલીઓનાં ભારણ હેઠળ દબાઈ જાય ને એવે વખતે ભીતરી જુવાળ ઘણીવાર પ્રબળ બનીને મનને ઠોલી ઠોલીને ખોતરવા માંડે ત્યારે મન ખૂબ વિહવળ બની જાય, એકલાં એકલાં જ રુદિયું રડવા લાગે અને પછી એ રુદન હૃદયથી આંખ વાટે વહેવાં લાગે,આમ કરી નાખું. તેમકરી નાખુંનું વાવાઝોડું ફૂંકાઈ ફૂંકાઈને જોરશોરથી મનને ન જીવવાના કરતબ બતાવવા લાગે! ત્યારે... હા, ત્યારે જ બેકાબુ બનેલ મન તો ઘણું ઘણુંય તોફાન મચાવી દેવા, ધમાલ મચાવી ઉછળકૂદ કરવાં મંડી પડે!

    જ્યારે જ્યારે આવું થતું હોય છે,ત્યારે મનને વશ થયાં વગર એને જ મહાત કરવાનો પ્રયત્ન કરીએ,એ જ જીવતરની ખુમારી. દરેક વ્યક્તિએ જીવતરને થીગડાં દઈને પણ જીવવું તો પડે જ છે ને .. તો પછી એમાં થીગડાંની જગ્યાએ(થીંગડા ને ફેશનમાં પેચ લગાવ્યો કહેવાય )હકારના નવાં નવાં પેચ ભરવાનું કામ ઘણીય સંજીવની સમાન વિચારધારા ફળી જતી હોય છે. આવી કવિતારૂપી સંજીવની જીવનજ્યોતને બળ રૂપી દિવેલ આપીને જીવતરને ઉગારવાનું મોટું કામ કરી જનારી સાબિત થાય છે...

    છે ને જીવનના હકારની, જીવન્તતાનાં ધબકારની કવિતા.. દરેક માણસમાત્રનાં જીવનનું પાસું વ્યથા,ઉદાસી,કમનસીબી છે.ઠોકર , વિશ્વાસઘાત, દગો, છળકપટ, પીઠપાછળ વાર કરવો.. આ બધાં તો આ યુગના ફેશનેબલ હાથવગા હથિયાર છે!

    કેટલાંક લોકોની તો આ કલામાં જબરદસ્ત માસ્ટરી હોય છે,ગોલ્ડમેડલથી નવાજવા જેવી! સરળ માણસો આવા દગાબાજોની ભેજાબાજનો વણનોતરે શિકાર બની જતાં હોય છે.ઘણીવાર તો એની સાથે એવી મડાંગાંઠ વળી ગઈ હોય છે કે શિકાર બનેલી નિર્દોષ વ્યક્તિ બિચારી એમાંથી છૂટવા માટે ગમે તેટલા ધમપછાડા કરે તો પણ છટકી શકતી હોતી નથી!

    હલકી માનસિકતાવાળાઓનાં ગાળિયામાં એની ગળચી એવી તો ફસાઈ ગયેલી હોય છે કે રિબાઈ રિબાઈને જીવ ગડથોલિયા ખાધાં કરે,પણ,એમાંથી  છુટકારો નથી મેળવી શકતાં હોતા.. ત્યારે કોઈ સૂર્યકિરણ બનીને આંખમાં હકારાત્મકતાં આંજવા આવી પૂંગેલી સૂર્યકિરણની જ્યોત જીવન ઉજાગર કરવાં કાફી થઈ પડે છે!

     આવી સંજીવની મળે પછી તો જીવન ફરીથી એ જ પૂરપાટ ગતિએ....!!

     (સંદર્ભ ગીત પંક્તિ :કવિ જીજ્ઞા ત્રિવેદી)
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!