• જંત્રીના દરોમાં ફેરફાર થાય તો અમદાવાદીઓ પર પ્રોપર્ટી ટેક્સ બિલમાં રૂ. 600 થી 1000નો વધારો થશે
    ગુજરાત 6-2-2023 10:56 AM
    ગુજરાતમાં જંત્રીના મામલે નવો વિવાદ થાય તેવી સંભાવના છે. રાજ્ય સરકારે જંત્રીના દર બમણાં કરવાનો નિર્ણય કર્યા બાદ અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર પ્રોપર્ટી ટેકસના અધિકારીઓ સાથે ફરી એકવખત બેઠક કરશે. બજેટમાં આકરા કરવેરા તો નંખાયા છે, પણ જંત્રીના દરમાં ફેરફાર ન થયો તો શહેરીજનો પાસેથી  પ્રોપર્ટી ટેકસબિલમાં રુપિયા 600 થી 1000 સુધીની રકમનો વધુ મિલકતવેરો વસૂલવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. આમ એક સાથે અમદાવાદીઓને ઝટકો આપે તેવી સંભાવના છે.

    ભાજપ વનવે જીત્યા બાદ આકરા કરવેરા નાંખી રહી હોવાનો અહેસાસ હવે દરેક ગુજરાતીને થવા લાગ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હદ વિસ્તારમાં હાલમાં ૧૭ લાખ જેટલી રહેણાંક અને છ લાખ જેટલી કોમર્શિયલ મિલકત આવેલી છે. અમદાવાદમાં  રુપિયા 500 કરોડથી વધુ રકમનો કરવેરા બોજ શહેરીજનો પર નાખવા માટે ડ્રાફટ બજેટમાં દરખાસ્ત રજૂ કરી છે. કમિશનર તરફથી બજેટમાં સુચવવામાં આવેલી કરવેરામાં વધારો કરવાની દરખાસ્ત સ્વીકારવી કે દરખાસ્તનો પચાસ ટકા સ્વીકાર કરવો એ અંગે સત્તાધારી ભાજપ ચિંતામાં છે. કારણ કે ખોબલે ને ખોબલે મત આપ્યા બાદ અમદાવાદીઓ પર વેરો વધી શકે છે. જેને પગલે એન્ટિઈન્કમ્બસીનો સામનો કરવો પડે તેવો સત્તાધારી પક્ષને ડર છે. હવે રાજ્ય સરકાર દ્વારા જંત્રીના દર બમણા કરવા અંગેના નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. આ પરિસ્થિતિમાં સરકારી જંત્રી મુજબ સ્થળ સ્થિતિના ફેકટર ડબલ કરે કે તેમાં આંશિક ફેરફાર કરે તો પણ શહેરીજનો ઉપર મિલકતવેરાનો બોજ વધશે એ નિશ્ચિત છે.

    હવે ભાજપ પણ ભરાઈ છે. બજેટમાં આકરા કરવેરા તો શહેરીજનો પર ઝિંકવાની ભલામણો વચ્ચે હવે જંત્રીના દર આવ્યા તો અમદાવાદીઓ માથે મોટો બોજ વધવાની સંભાવના છે. મ્યુનિસિપલ કમિશનરે 31 જાન્યુઆરીના રોજ  રજૂ કરેલા વર્ષ-૨૦૨૩-૨૪ માટેના ૮૪૦૦કરોડના ડ્રાફ્ટ બજેટમાં દર વર્ષે પ્રોપર્ટી ટેકસ વસૂલવા માટેના લેટીંગ રેટમાં પાંચ ટકા સુધીનો વધારો કરવાની દરખાસ્ત પણ રજૂ કરી છે. આમ હવે કેટલો વેરો મંજૂર થાય છે એ તો આગામી દિવસો જ બતાવશે પણ હાલમાં સત્તાધારી ભાજપની મુશ્કેલીઓ વધવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!