• સમયનો સાથ જઈતો હોય તો સમયના મહત્વને સમજવું પડે
     ‘મેં સમય હું’ આ વાક્ય આપણે સૌએ સાંભળ્યું હશે. મહાભારતની સિરિયલના લગભગ દરેક એપિસોડની શરૂઆત આ જ સમયવાળા ડાયલોગથી થતી હતી. સમય ઘણી મહત્વની બાબત છે. આપણે સમયને સારો, ખરાબ, ફ્રી મહત્વનો વગેરે અલગ અળગ બાબતોમાં તારવીએ છીએ. પંતુ સમય તો તેની રીતે ચાલતો રહે છે. સમય ક્યારેય બોલતો નથી કે સાંભળતો નથી પરંતુ તે બધુ જુએ છે. અને તે જે જુએ છે તેના પ્રમાણે દરેક વ્યક્તિને તે તેનું પરિણામ અચૂક રીતે આપે છે.

    આ ધરતી પર કોઈ પણ વ્યક્તિ હોય, ભલે તે કોઈ પણ દેશમાં રહેતો હોય. તેમના સમયમાં અને બીજા દેશોના સમયમાં અંતર હશે પરંતુ તફાવત નહિ હોય. દરેકની પાસે ચોવીસ કલાક એકસરખા છે. જે વ્યક્તિ આ ચોવીસ કલાકનો સદુપયોગ કરે છે તે વ્યક્તિ હંમેશા આગળ વધી શકે છે. આપણે ટીવી જોઈએ છીએ, વાંચીએ છીએ, વાતો કરીએ છીએ, ખાલી બેસી રહીએ છીએષ વ્યાયામ કરીએ છીએ, ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોયા કરીએ છીએ તે તમામ બાબતો પર એ આધાર રહેલો છે કે આપણે સમયનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ.

    આપણે સૌ જાણીએ છીએ કે આપણે આ ધરતી પર સારું જીવન જીવવું હશે ભૌતિક રીતે તો તેના માટે પૈસો એ કોમન માધ્યમ છે. અને આ પૈસા કમાવા માટે આપણે સૌ ભણીએ છીએ, આપણી અંદર રહેલી કળાને વિકસાવીએ છીએ અને કોઈ પણ કામ કરીએ છીએ. તો આપણે જે કામ કરીએ છીએ જેનાથી આપણે પૈસા કમાઈએ છીએ અને તે પૈસાથી આપણે આપણું અને બીજાું જીવન બદલી શકીએ છીએ, તે કામ કરવા માટે આપણી પાસે દરરોજ ચોવીસ કલાક છે. આપણે જો આપણા જીવનની સમયરેખા પર ધ્યાન આપીએ તો આપણા જીવનના અઢાર વર્ષ તો બાળપણથી લઈને ભણવામાં જતા રહે છે. ઘણા લોકોમાં પચીસ વર્ષ સુધીનો સમય હોય છે. ત્યારબાદ પચાસ-સાઇઠ પછીનો સમય માણસ રીટાયર્ડ જીવન વિતાવવા માંગે છે. તો આપણી પાસે સારી રીતે કામ કરીને સારું જીવન બનાવવા માટે સમય કેટલો ?

    આપણે જેવું કામ શરૂ કરીશું કે પહેલેથી આપણે ટોપ પર નહિ પહોંચી જઈએ. તેના માટે પણ થોડો સમય જોઈશે ને કે જેમાં આપણે અનુભવ લઈશું, થોડી નિષ્ફળતાઓનો સામનો કરીશું, ધીમે ધીમે સફળતા તરફ આગળ વધીશું. તો આ બધો સમય બાદ કરતા આપણી પાસે પ્રોડક્ટીવ કહી શકાય કે જેમાં આપણે આપણી પૂરી કાબેલિયતથી કામ કરી શકીએ તે સમય કેટલો? હવે આ સમય આપણા સૌ પર નિર્ભર કરે છે કે, આપણે આપણી પૂરી કાબેલિયતનો ઉપયોગ કરવા સુધી કેટલો સમય લઈએ છીએ. અને તે નિર્ભર કરે છે કે આપણે આપણા ચોવીસ કલાકનો કેટલો અને કેવો ઉપયોગ કરીએ છીએ.

    આપણે સૌ જો કામના સમયે 100 ટકા કામ પર જ ધ્યાન આપીએ અને તે સમયમાં આપણું કામ પૂરી કાબેલિયત અને ફોક્સથી કરીએ તો પણ આપણે ખૂબ આગળ વધી શકીએ છીએ. આપણે પોતે સમયની કદર ના કરીએ અને સમયને વેડફીએ અને પછી આપણે સમય પાસેથી એવી આશા રાખીએ કે તે આપણો સાથ આપે તો તે કઈ રીતે શક્ય છે? સમયનો સાથ જઈતો હોય તો સમયના મહત્વને સમજવું પડે, સમયની કદર કરવી પડે. આપણે સમયને મહત્વ આપીશું તો સમય આપણને મહત્વ આપશે. આપણે સમયને સાથ આપીશું તો સમય આપણને સાથ આપશે.

    મેં આ વાત પહેલા પણ કહી છે જે અહીં ફરીથી કહેવી યોગ્ય છે કે, સમયને તમારા શ્રેષ્ઠ મિત્રની જેમ રાખશો તો તમારા શ્રેષ્ઠ મિત્રની જેમ સમય તમારો સાથ ક્યારેય નહિ છોડે. જીવનને અર્થ આપવા માટે સમયથી સારો મિત્ર કોઈ ના હોઈ શકે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!