• 2023માં અયોધ્યામાં રામ મંદિરમાં રામલલા બિરાજશે
    રાષ્ટ્રીય 21-3-2023 01:05 PM
    • રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે સંકેત આપ્યા
    • મંદિરના ભોંયતળિયાનું નિર્માણકાર્ય હવે અંતિમ તબક્કામાં
    લખનૌ

    અયોધ્યામાં રામ મંદિરનાં નિર્માણની કામગીરી ખુબ ઝડપથી ચાલી રહી છે. આગામી દિવસોમાં મંદિર નિર્માણની કામગીરી વધારે તીવ્ર બને તેવા સંકેત છે. અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના ભોંયતળિયાનું નિર્માણકાર્ય હવે અંતિમ તબક્કે છે. રામ મંદિરમાં ભગવાન રામલલાના બિરાજવાની તારીખ નક્કી કરી દેવાઈ છે. રામ મંદિર ટ્રસ્ટે કાશી કોરિડોરની જેમ ડિસેમ્બર 2023માં જ રામલલાને પોતાના ગર્ભગૃહમાં બિરાજમાન કરાવવાના સંકેત આપ્યા છે. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જાણકારી આપી છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના અયોધ્યા પ્રવાસ દરમિયાન તારીખ વિશે પૂછવામાં આવ્યુ હતુ તો સીએમને જણાવાયુ હતુ કે એક બે મહિના પહેલા આ કાર્યને કરવામાં કરશે.

    રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સૂર્ય ઉત્તરાણ બાદ રામલલાને ગર્ભગૃહમાં બિરાજમાન કરાવવાના દાવાનો ઈનકાર કર્યો છે અને કહ્યુ છે કે હજુ તે વિશે વિચાર કરવામાં આવ્યો છે. ડિસેમ્બરમાં જ કાશી વિશ્વનાથ કોરિડોરનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ છે.

    ઉલ્લેખનીય છે કે રામ મંદિરના ગર્ભગૃહ અને તેની ચારે તરફ પરિક્રમા પથની દિવાલોને ઊભી કરવામાં આવી ચૂકી છે. મંદિરના ભોંયતળિયે પાંચ મંડપ બનાવવામાં આવી રહ્યા છે. આ માટે 166 પિલર લગાવવામાં આવ્યા છે. સિંહદ્વાર સાથે મંદિરના તળિયે આવવા માટે 32 સીડીઓ બનાવવામાં આવી છે અને આગામી 15 દિવસમાં મંદિરના છતને બનાવવાનું કાર્ય પણ શરૂ કરી દેવાશે. 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!