• ધ્રાંગધ્રામાં સાયકલીંગ ગૃપ દ્વારા પર્યાવરણની જાળવણી માટે જાગૃતાની કામગીરી કરે છે 
    ગુજરાત 5-6-2023 12:13 PM
    સુરેન્દ્રનગર

    ધ્રાંગધ્રામાં ડોકટરો, વેપારીઓ અને યુવાનો દ્વારા સાયકલીંગ ગૃપ બનાવી ધ્રાંગધ્રા આસપાસ વિસ્તારમાં સાયકલીંગ પ્રવાસ દ્વારા પર્યાવરણની જાળવણી માટે જાગૃતા માટેની કામગીરી કરવામાં આવે છે. ત્યારે આ ગૃપ વ઼઼ક્ષારોપણ સહીત વિવિધ કામગીરી કરવામાં આવે છે.

    ધ્રાંગધ્રાના યુવા બ્રીગેડના સાયકલીંગ ગૃપ દ્વારા કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વના લોકોને તેમના સ્વાસ્થ્યનું મહત્વ સમજાવ્યું છે. ત્યારે સાયકલીંગ કરીને પોતાની ફિટનેસ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. ત્યારે ધ્રાંગધ્રા શહેરના કેટલાક ઉત્સાહી ડોકટરો, વેપારીઓ અને યુવાનો દ્વારા સન્ડે સાયકલીંગના નામથી એક મોર્નિંગ સાયકલીંગ ગ્રુપ શરૂ કર્યું.  ફક્ત પાંચથી છ વ્યક્તિઓથી શરૂ કરવામાં આવેલા આ ગ્રુપમાં આજે એક વર્ષના અંતે લગભગ 65 જેટલા સભ્યો જોડાઈ ચૂક્યા છે. શરૂઆતમાં ફક્ત રવિવારના દિવસે જ સાઈકલિંગ કરતાં આ ગ્રુપમાં જેમ જેમ સભ્યોની સંખ્યા વધતી ગઈ તેમ આ ગ્રુપ દ્વારા ફક્ત રવિવારને બદલે દરરોજ સાઈકલિંગ કરવાનું શરૂ કર્યું હતું.

    ધ્રાંગધ્રા શહેરમાં સવારના પાંચ વાગે "ગુડ મોર્નિંગ"ના મેસેજ વહેતા થાય અને જોતજોતામાં તો સાયકલ અને પાણીની બોટલો સાથે ગ્રુપના તમામ સભ્યો નક્કી કરવામાં આવેલા મિટિંગ પોઇન્ટ પર એકત્રિત થઈ જાય. અને પછી જાતે જ કેટલા કિલોમીટર અંતર કાપવું તેવો લક્ષ્ય નક્કી કરીને સાઇકલ સવારો નીકળી પડે. રોજના સરેરાશ 30 કિલોમીટર કરે છે સાયકલીંગને અંતે 12 માસમાં આ ગ્રુપે અંદાજે 60 હજાર કિલોમીટરથી પણ વધુ સાયકલીંગ કર્યું. ઉનાળાની બળબળતી ગરમી હોય, ચોમાસાનો વરસાદ હોય કે પછી શિયાળાની કાતિલ ઠંડી હોય, આમાંથી કોઈ પણ ઋતુ આ સાયકલીંગ ગ્રુપના જુસ્સાને ડગમગાવી શકી નથી. આ સાયકલીંગ ગ્રૂપમાં તમામ વયના લોકો સભ્ય બન્યા છે, આ સાયકલીંગ ગ્રુપમાં 10 વર્ષથી લઈને 50 વર્ષ સુધીની વય ધરાવતા લોકો રોજ સવારે સાયકલીંગ કરવા આવે છે, તેમજ રોજ સાથે સાયકલીંગ કરતા કરતા આ ગ્રુપ હવે એક પરિવાર જેવું બની ગયું છે.
    આજે આ ગ્રૂપના સભ્યો દ્વારા ધ્રાંગધ્રા શહેરના લોકોને જાગૃત કરવા માટે શહેરની સાથે ગામડાઓમાં પણ જાગૃતતાના કામકરી રહયા છે. ત્યારે આ ગૃપના સભ્ય ડો.નીલેશભાઈ સંઘવીએ જણાવ્યું કે સાયકલીંગ દ્વારા સ્વાર્થની જાળવણી સાથે પર્યાવરણની જાળવી કરી શકાય. ત્યારે ગૃપ દ્વારા પર્યાવરણની જાગૃતા માટે વધુને વધુ લોકો જોડાય તે જરૂરી છે.

અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.