• ભારતમાં રિટેલ લોન માર્કેટમાં યુવાઓ દ્વારા માગ ઝડપી વધી
    વ્યાપાર 6-2-2023 12:48 PM
    • વૈશ્વિક સ્તરે આર્થિક પરિબળોની અનિશ્ચિતતા હોવા છતાં ભારતમાં ધિરાણમાં વૃદ્ધિ ઊંચી જળવાઈ રહી
    • યુવાન વર્ગે લોનની માગમાં સતત વૃદ્ધિ જાળવી રાખી
    • 18થી 30 વર્ષની વયજૂથના ગ્રાહકોમાં પૂછપરછમાં સૌથી વધુ હિસ્સો
    મુંબઈ

    ક્રેડિટ માર્કેટ ઇન્ડિકેટર (સીએમઆઇ)* ટ્રાન્સયુનિયન સિબિલ રિપોર્ટની લેટેસ્ટ એડિશનના તારણો જાહેર કર્યા હતા. આ તારણો મુજબ, સપ્ટેમ્બર, 2022માં પૂર્ણ થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળામાં ધિરાણની માગ ઊંચી જળવાઈ રહી હતી, જેની સાથે ઓરિજિનેશન્સમાં સંબંધિત વધારો થયો છે. આ માટે સમગ્ર ભારતના લાખો ઉપભોક્તાઓ માટે ધિરાણકારોએ પૂરી પાડેલી ધિરાણની તકો જવાબદાર છે. ધિરાણકારના સકારાત્મક સેન્ટિમેન્ટ વચ્ચે ઉપભોક્તા-સંચાલિત ધિરાણમાં વૃદ્ધિ અને ધિરાણની કામગીરી વર્ષ-દર-વર્ષ (YoY) સતત સુધારો દર્શાવે છે. 

    સીએમઆઇ ભારતના ધિરાણ ઉદ્યોગને રિટેલ ધિરાણની સ્થિતિના વિશ્વસનિય અને લેટેસ્ટ માપદંડ પ્રદાન કરે છે, જે સપ્ટેમ્બર, 2022માં 100ના સ્તર પર પહોંચી ગયો હતો. આ માટે યુવાન ઉપભોક્તાઓની વધતી માગ અને ધિરાણકારોએ આ ઉપભોક્તાઓને પૂરો પાડેલો ધિરાણનો પુરવઠો જવાબદાર છે. સીએમઆઇનો લેટેસ્ટ રિપોર્ટ જણાવે છે કે, સપ્ટેમ્બર, 2022માં પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં પહેલી વાર 18થી 30 વર્ષની વયજૂથના ઉપભોક્તાઓ પૂછપરછમાં સૌથી વધુ હિસ્સો ધરાવે છે – પૂછપરછ એવું માપ છે, જે અંતર્ગત નવા ધિરાણ માટે ઉપભોક્તાઓ અરજી કરે છે. આ ટ્રેન્ડ ક્રેડિટ કાર્ડ, કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન અને પર્સનલ લોન જેવા ઉપભોક્તા-સંચાલિત ધિરાણ ઉત્પાદનોમાં ઝડપી વૃદ્ધિ પર ભાર મૂકે છે. 

    ટ્રાન્સયુનિયન સિબિલના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ રાજેશ કુમારે જણાવ્યું કે 18થી 30 વર્ષની વયજૂથમાં ઉપભોક્તાઓ રિટેલ ધિરાણની પૂછપરછમાં 43 ટકા હિસ્સો ધરાવતા હતા, જે વર્ષ 2021માં સમાન ત્રિમાસિક ગાળામાં 38 ટકા અને અગાઉના વર્ષમાં 33 ટકા હિસ્સો ધરાવતા હતા. આ બાબત ભારતના ધિરાણ બજારના પરિવર્તનમાં મોટું સીમાચિહ્ન સૂચવે છે, જેમાં અત્યારે ધિરાણની ઇકોસિસ્ટમમાં યુવાન ઉપભોક્તાઓની ઊંચી ભાગીદારી છે. યુવાન ઋણધારકો માટે ધિરાણની તકોની સુલભતામાં વધારાનો સીધો સંબંધ જીવનની ગુણવત્તામાં સુધારા સાથે અને ભારતની યુવા પેઢીની ધિરાણ મેળવવાની સક્ષમતા સાથે છે, જેઓ દેશના આર્થિક એન્જિનના પ્રેરકબળો પણ છે.”

    ડિજિટલનો વ્યાપ વધતા બેન્કોને પણ ફાયદો
    સપ્ટેમ્બર, 2022માં પૂર્ણ થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળામાં ધિરાણ ઉત્પાદનોમાં સૌથી વધુ માગ પર્સનલ લોનની હતી અને ત્યારબાદ ક્રેડિટ કાર્ડની રહી હતી. જ્યારે પર્સનલ લોન માટે પૂછપરછના વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 109 ટકાનો વધારો થયો હતો, જે વર્ષ 2021માં સમાન ત્રિમાસિક ગાળામાં 91 ટકાનો વધારો હતો, ત્યારે ક્રેડિટ કાર્ડ માટે પૂછપરછના વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 102 ટકાનો વધારો થયો હતો, જે એક વર્ષ અગાઉ સમાન ત્રિમાસિક ગાળામાં 33 ટકાની વૃદ્ધિ હતી.

    ઉપભોક્તા-સંચાલિત ધિરાણ ઉત્પાદનોની માગ અને પુરવઠો ડિજિટલ રીતે વધી રહ્યો છે. ધિરાણકારો  સમગ્ર ભારતના તમામ વિસ્તારોમાં ઉપભોક્તાઓ સુધી પહોંચવા ડિજિટલ પ્રક્રિયાઓ ઝડપથી અપનાવી રહ્યાં છે, જે તેમને ડિજિટલ માધ્યમો દ્વારા ધિરાણની સુલભતા પ્રદાન કરે છે.

    તમામ વયજૂથોમાં લોનધારકની પ્રોફાઇલમાં ફેરફાર
    રિટેલ ધિરાણમાં એક સતત ખાસિયત એ જોવા મળી છે કે ધિરાણની પહોંચમાં સતત વધારો થયો છે. છેલ્લાં ત્રણ વર્ષમાં સપ્ટેમ્બર, 2019થી સપ્ટેમ્બર, 2022 વચ્ચે ધિરાણની પહોંચ તમામ વયજૂથમાં વધી છે. ઓછામાં ઓછું એક ધિરાણ ઉત્પાદન ધરાવતા 18થી 30 વર્ષની વયજૂથમાં ઉપભોક્તાઓનું પ્રમાણ 14 ટકાથી વધીને 19 ટકા થયું છે; 31થી 45 વર્ષની વયજૂથમાં આ પ્રમાણ 26 ટકાથી વધીને 35 ટકા થયું છે; અને 46+ વર્ષની વયજૂથના લોકો વચ્ચે આ પ્રમાણ 23 ટકાથી વધીને 32 ટકા થયું છે. માગમાં વૃદ્ધિની સાથે ધિરાણનો પુરવઠો સતત વધતો રહેશે, જેમાં અર્ધશહેરી અને ગ્રામીણ ઉપભોક્તાઓ 56 ટકા ઓરિજિનેશન્સ ધરાવે છે તથા યુવાન ઉપભોક્તાઓ (18થી 30 વર્ષની વયજૂથ) ઓરિજિનેશન્સનો 37 ટકા હિસ્સો ધરાવે છે – જે વાર્ષિક ધોરણે 6 ટકાનો વધારો છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે, જ્યારે ધિરાણની માગ અને બાકી નીકળતી રકમ વધશે, ત્યારે ધિરાણની કામગીરી મજબૂત જળવાઈ રહી છે, જેમાં તમામ મુખ્ય ધિરાણ ઉત્પાદનોમાં સપ્ટેમ્બર, 2022માં વાર્ષિક ધોરણે બેલેન્સ-સ્તરની ચુકમાં સુધારો કે ઘટાડો થયો છે. આ ધિરાણકારો માટે સતત અને નફાકારક વૃદ્ધિનો સ્પષ્ટ સંકેત છે. 

    બાકી નીકળતી રકમમાં વાર્ષિક ધોરણે વૃદ્ધિ (સપ્ટેમ્બર, 2022)
    ઉત્પાદન                                    હિસ્સો
    હોમ લોન                                     15%
    પ્રોપર્ટી સામે લોન                      7%
    ઓટો લોન                             18%
    ટૂ વ્હીલર લોન                             16%
    પર્સનલ લોન                             32%
    ક્રેડિટ કાર્ડ                                     28%
    કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન             67%
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!