• કચ્છમાં દોઢ જ મહીનામાં નવ મંદિરમાં ચોરીની ઘટનાઓ બની
    ગુજરાત 4-1-2023 09:35 AM
    • મંદિરોમાં ચોરીની ઘટનાઓ બનતાં પોલીસના સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ
    ગાંધીધામ

    કચ્છ જિલ્લામાં હવે મંદિરોમાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. આંકડા પરથી અનેક બાબતો સપાટી પર આવી છે. છેલ્લા એક જ મહિનામાં કચ્છના અડધો ડઝન જેટલા મંદિરોમાં ચોરીની ઘટનાઓ બનતાં પોલીસના સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉઠી રહ્યા છે. મંદિરોમાં ચોરી કરતી કેટલીક ટોળકી સક્રિય થઇ હોવાના હેવાલ મળ્યા છે. ગળપાદર, બળદિયા, લોરિયા, રૂદ્રાણી અને સુમરાસરના મંદિરોમાં થયેલી ચોરીના ભેદ ઉકેલાયા નથી ત્યાં રાપરના મંદિરમાં ચોરી થઈ છે. રાપર તાલુકાના ખીરઈ ગામમા આવેલા અંબાજી માતાજીના મંદિરમાંથી રૂ. 1.56 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ જતાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

    ખીરઈ ગામે આવેલા તેમના કુળદેવી અંબાજી માતાજીના મંદિરમા કોઈ અજાણ્યા ચોર ઇસમે મંદિરમાં રાખેલી ચાંદીની છત્તરો, ચાંદીની માતાજીની મૂત, ગાયની મૂત, ત્રિશુળ વગેરે તેમજ સોનાની ચેન એમ કુલ મળી 1,56,600ની મત્તા ચોરી કરી ગયા હતા. જે અંગે રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!