• સુરતીમાં સ્પીડ ગનથી વાહન ચાલકોને ફટકારશે દંડ
    મુખ્ય શહેર 30-5-2023 10:42 AM
    • 5 હજારથી 4 હજાર સુધીના ઈ મેમો મોકલાશે, બે મહિનામાં 32 હજાર 500 વાહન ચાલકો પકડાયા 
    સુરત

    શહેરમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. શહેરમાં નબીરાઓ ફૂલ સ્પીડમાં વાહન ચલાવીને અકસ્માતો સર્જે છે, તો કેટલાક ખતરનાક સ્ટંટ પણ કરતા હોય છે. ત્યારે શહેરમાં ફૂલ સ્પીડમાં વાહન ચલાવનારા સામે ટ્રાફિક પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ઓવર સ્પીડમાં વાહન ચલાવનારાઓ પર ટ્રાફિક પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવશે.

    વાહન ચાલકો પર નજર રાખવા માટે સુરત ટ્રાફિક પોલીસને સરકાર તરફથી 30 લેઝર સ્પીડ ગન ફાળવવામાં આવી છે. આજથી જ શહેરના 30 જેટલા રૂટ પર ટ્રાફિક પોલીસના જવાનો લેઝર સ્પીડ ગન સાથે તૈનાત રહેશે, તેઓ ઓવર સ્પીડમાં વાહન ચલાવનાર ચાલકો સામે કડક કાર્યવાહી કરશે. સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું કે, સરકાર દ્વારા બીજી 30 લેઝર સ્પીડ ગન ફાળવવામાં આવી છે. આ તમામ 30 સ્પીડ ગનનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો છે. સુરતમાં ટ્રાફિક પોલીસ લેઝર સ્પીડ ગનથી વાહન ચાલકોને દંડ ફટકારશે. ઓવર સ્પીડમાં વાહન ચલાવતા લોકોને ઈ મેમો મોકલવામાં આવશે.

    વિસ્તાર પ્રમાણે નક્કી કરવામાં આવેલી સ્પીડ કરતા જો કોઈ વાહન ચાલક વધુ સ્પીડમાં વાહન ચલાવશે તો તેને દંડ ફટકારવામાં આવશે. ઓવર સ્પીડમાં ચલાવનાર વાહન ચાલકો સામે સ્પોટ પર જ દંડ અથવા ઈ ચલણ આપીને દંડ કરવામાં આવશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!