• BSEના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં રૂ. 69422 કરોડનું ટર્નઓવર
    વ્યાપાર 5-6-2023 08:54 AM
    મુંબઈ

    BSEના તાજેતરમાં ફરીથી લોંચ થયેલા S&P BSE સેન્સેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ્સ તેની ત્રીજી સાપ્તાહિક એક્સપાયરી પર રૂ. 69,422 કરોડનું ટર્નઓવર (રૂ. 69,287 કરોડ ઓપ્શન્સમાં અને રૂ. 135 કરોડ ફ્યુચર્સમાં) ની પ્રભાવશાળી ઊંચી સપાટીએ પહોંચી ગયા છે, જે અગાઉની એક્સપાયરીના ટર્નઓવરના ચાર ગણા છે. ઓપ્શન્સ ટર્નઓવર 300% વધ્યું હતું જ્યારે ફ્યુચર્સ ટર્નઓવર અગાઉની એક્સપાયરી સરખામણીમાં 373% વધ્યું હતું. 2.54 લાખ ટ્રેડ્સ થકી આજે કુલ 11.09 લાખ કોન્ટ્રાક્ટ્સના સોદા થયા હતા. એક્સપાયરી પહેલા, કુલ ઓપન ઈન્ટરેસ્ટ રૂ. 6,580 કરોડના મૂલ્ય સાથે 1,05,200 કોન્ટ્રાક્ટની ટોચે પહોંચ્યું હતું. પુનઃ લોંચ થયા પછી, ઓપન ઈન્ટરેસ્ટ સતત વધી રહ્યું છે, જે આ સેગમેન્ટમાં 155થી વધુ સભ્યો સાથે ભાગ લેતા બજારના સહભાગીઓ તરફથી સતત અને વધતા રસનો સંકેત આપે છે.
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.