• 23 જિલ્લાઓમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોમાં વધારો
    મુખ્ય શહેર 21-3-2023 01:16 PM
    • સાબરકાંઠા જિલ્લામાં વર્ષ 2022 માં 172 પરિવારોનો વધારો
    • રાજ્યભરમાં બે વર્ષમાં કુલ 1397  પરિવારો ગરીબી રેખા નીચે આવ્યા
    ગાંધીનગર

    દેશમાં વિકાસની વાતો વચ્ચે મોંઘવારી પણ વધી રહી છે. મોંધવારીની માર વચ્ચે ગરીબોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ રાજ્યમાં ગરીબી રેખા નીચે આવતા પરિવારો વિશે માહિતી જાહેર કરવામાં આવી હતી. આ માહિતી મુજબ રાજ્યમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોમાં વધારો નોંધાયો છે.

    અમદાવાદ, રાજકોટ, કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર, આણંદ, જૂનાગઢ વગેરે શહેરોમાં અનુક્રમે પાછળના બે વર્ષમાં 2,4, 78, 199, 4, 170, 149 જેટલા પરિવારો ગરીબી રેખા નીચે આવી ગયા છે. આ સાથે રાજ્યભરમાં વર્ષ 2021 અને 2022 એમ બે વર્ષમાં કુલ લગભગ 1397 જેટલા પરિવારો ગરીબી રેખા નીચે આવી ગયા છે. રાજ્યના 23 જિલ્લાઓમાં ગરીબી રેખાથી નીચે જીવતા પરિવારોમાં વધારો થયેલો જોવા મળે છે. સાબરકાંઠા જિલ્લામાં વર્ષ 2021 માં 129 અને વર્ષ 2022 માં 172 પરિવારોનો વધારો થયો નોંધાયો છે. તો અમરેલી જીલ્લામાં વર્ષ 2021 માં 309 અને વર્ષ 2022 માં 119 પરિવાર વધ્યા છે.જો મોટા મોટા જિલ્લાઓ અને મેટ્રો સીટી ગણાતા શહેરોની વાત કરવામાં આવે તો ત્યાં પણ ગરીબી રેખાથી નીચે જીવતા પરિવારો સરખામણીએ વધ્યા છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!