• ભારત-ચીન વચ્ચેની સ્થિતિ નાજુક-ખતરનાક- જયશંકર
  રાષ્ટ્રીય 18-3-2023 12:50 PM
  • સરહદી વિવાદનો ઉકેલ આવ્યા બાદ સ્થિતિ સુધરશે
  • અમારી તૈનાતી ખૂબ નજીક છે અને સૈન્યનું મૂલ્યાંકન ખૂબ જોખમી
  નવી દિલ્હી

  ભારત અને ચીન વચ્ચેની સ્થિતિ ખુબ નાજુક અને ખતરનાક છે. વિદેશ મંત્રી જયશંકરે કહ્યું હતું કે જ્યાં સુધી સરહદી વિવાદનો ઉકેલ આવશે નહીં ત્યારે સ્થિતિ સુધરશે નહીં. સીમા વિવાદ પર વિદેશ મંત્રી એસ જયશંકરનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે લદ્દાખના પશ્ચિમ હિમાલય વિસ્તારમાં ભારત અને ચીન વચ્ચેની સ્થિતિને નાજુક અને ખતરનાક ગણાવી હતી. જય શંકરે કહ્યું કે ચીન સાથે સરહદ વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી ચીન સાથેના સંબધો સામાન્ય થઈ શકે નહી.

  એસ. જયશંકરે કહ્યું કે લદ્દાખના કેટલાક ભાગોમાં સૈન્ય દળો એકબીજાની ખૂબ નજીક છે. સરહદ વિવાદ પર આગળ બોલતા કહ્યું વર્ષ 2020ના મધ્યમાં આ વિસ્તારમાં બંને પક્ષો વચ્ચેના સંઘર્ષમાં આપણા 20 સૈનિકો શહીદ થયા હતા.  જો કે તેના 40થી વધુ સૈનિકો ઘાયલ તેમજ મૃત્યુ પામ્યા હતા. રાજદ્વારી અને સૈન્ય વાટાઘાટોના રાઉન્ડ દ્વારા સ્થિતિને શાંત કરવામાં આવી હતી. ડિસેમ્બરમાં બંને દેશો વચ્ચેની અચિહ્નિત સરહદના પૂર્વ સેક્ટરમાં હિંસા ફાટી નીકળી હતી પરંતુ કોઈનું મૃત્યુ થયું ન હતું
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.