• ભારત વિશ્વમાં બીજો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક દેશ
    રાષ્ટ્રીય 6-2-2023 10:44 AM
    • કોરોના મહામારી અને યુદ્ધ છતાં 2022માં ભારત ગ્લોબલ બ્રાઇટ સ્પોટ
    • મોદી દ્વારા સોલર કુકિંગ સિસ્ટમના ટ્વિન-કૂકટોપ મોડેલનું અનાવરણ
    • ભારત એનડીઆરએફની ટીમો તુર્કી મોકલશે
    બેંગ્લુરુ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બેંગ્લુરુમાં ઈન્ડિયા એનર્જી વીક 2023 કાર્યક્રમમાં ઈન્ડિયન ઓઈલ દ્વારા વિકસિત સોલર કુકિંગ સિસ્ટમના ટ્વિન-કૂકટોપ મોડેલનું અનાવરણ કર્યું હતુ. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ભારત સમગ્ર દુનિયામાં બીજો સૌથી મોટો બીજો મોબાઇલ ફોન ઉત્પાદન દેશ બન્યો છે. કોરોના મહામારી અને યુદ્ધ છતાં 2022માં ભારત એક ગ્લોબલ બ્રાઇટ સ્પોટ તરીકે છે. પીએમ મોદીએ કહ્યું કે બેંગ્લુરુ ટેક્નોલોજી, ટેલેન્ટ અને ઈનોવેશનની એનર્જીથી ભરપૂર શહેર છે. મારી જેમ તમે પણ અહીંની યુવાન ઊર્જાને અનુભવી રહ્યા હશો.

    ઈન્ડિયા એનર્જી વીક-2023 ભારતની જી-20ની અધ્યક્ષતા માટે પ્રથમ મોટો કાર્યક્રમ છે. કરોડો લોકો ગરીબીમાંથી નીકળીને મધ્યમવર્ગની કેટેગરીમાં આવી ગયા છે. ભારત દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઇલ ફોન ઉત્પાદક દેશ બની ગયો છે.

    પીએમ મોદીએ કહ્યું કે ભારત પાસે દુનિયામાં ચોથી સૌથી મોટી ક્રૂડ ઓઈલના રિસર્ચની ક્ષમતા છે. હાલ ભારત તેની રિફાઈનિંગ ક્ષમતાને 25 કરોડ ટન વાર્ષિકથી વધારીને 45 કરોડ ટન વાર્ષિક કરવાના લક્ષ્ય પર કામ કરી રહ્યું છે. ભારતમાં ગેસ પાઈપલાઈન નેટવર્ક આગામી ૪-૫ વર્ષમાં વર્તમાન 22, 000 કિલોમીટરથી વધારીને 35,000 કિલોમીટર સુધી પહોંચી જશે. મહામારી અને યુદ્ધ છતાં 2022માં ભારત એક ગ્લોબલ બ્રાઈટ સ્પોટ રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે 21મી સદીના વિશ્વનું ભવિષ્ય નક્કી કરવામાં ઊર્જા ક્ષેત્રની મોટી ભૂમિકા રહી છે. 

    દવાઓનો જથ્થો પણ મોકલાશે, વડાપ્રધાને દુખ વ્યક્ત કર્યું
    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તુર્કી સહિત વિવિધ દેશોમાં આવેલા વિનાશક ભૂકંપ અંગે દુખ વ્યક્ત કર્યું છે. ભૂકંપનાં કારણે જાનહાનિ અને સંપત્તિને ભારે નુકસાન થયું છે. વડાપ્રધાને શોક સંતપ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે ભારત તુર્કીનાં લોકો સાથે કટોકટીમાં છે. તમામ શક્યત સહાયતા આપવા માટે પણ તૈયારી દર્શાવી છે. ભારત રાહત સામગ્રી સાથે એનડીઆરએફ અને મેડિકલ ટીમો મોકલવા માટે તૈયાર છે. 100 કર્મીઓ સાથે એનડીઆરએફની બે ટીમો ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં પહોંચવા માટે તૈયાર છે. દવાઓ પણ મોકલવામાં આવી છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!