• અફઘાનિસ્તાનને ભૂખમરાથી બચાવવા ભારત ઈરાન થકી 20000 ટન ઘઉં પૂરા પાડશે
    આંતરરાષ્ટ્રીય 1-6-2023 12:13 PM
    નવી દિલ્હી

    ભારતે અફઘાનિસ્તાનમાં તાલિબાનોનુ શાસન આવ્યા બાદ આ દેશ સાથે પોતાના સબંધોને ફરી મજબૂત કરવાના પ્રયાસો કરવા માંડ્યા છે. આ પ્રયાસોમાં જોકે ભારતે પાકિસ્તાને સાવ બાય પાસ કરી દીધુ છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે યુનાઈડેટ નેશન્સના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના પ્રવક્તાએ કહ્યુ છે કે, આગામી મહિનાઓમાં ભારતમાંથી 20000 ટન ઘઉં અફઘાનિસ્તાન પહોંચવાના છે. ભારત દ્વારા ઈરાનના ચાબહાર પોર્ટના માધ્યમથી આ ઘઉંને અફગાનિસ્તાન મોકલવામાં આવી રહ્યા છે. ઘઉં મોકલવાની પ્રક્રિયામાં ભારતે ઈરાનનો ઉપયોગ કરીને પાકિસ્તાનને કિનારા પર મુકી દીધુ છે.

    ગયા વખતે ભારતે પાકિસ્તાનના રસ્તે ટ્રકો થકી ઘઉંની ખેપ અફગાનિસ્તાન મોકલી હતી. અફઘાનિસ્તાનમાં ભૂખમરા જેવી સ્થિતિ છે. અહીંયા 1.9 કરોડ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ યુનાઈટેડ નેશન્સે ગઈકાલે જ ચેતવણી આપી હતી કે, પાકિસ્તાનનુ હાલનુ ખાદ્ય સંકટ આગામી સમયમાં વધારે ભયંકર બનવાનુ છે. યુનાઈટેડ નેશન્સે ભૂખમરાનો સામનો કરવા માટેના પ્રયાસોમાં ભારતના યોગદાનના ભારે વખાણ કર્યા છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!