• ભારત શ્રીલંકાના ડેરી સેક્ટરને આયાત પર નિર્ભરતામાં આત્મનિર્ભર બનાવશે
    વ્યાપાર 21-3-2023 12:51 PM
    મુંબઇ

    ભારતીય ડેરી ઉદ્યોગની જેમ શ્રીલંકામાં પણ ડેરી સેક્ટરને આત્મનિર્ભર બનાવવા એક્શન પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. એક્શન પ્લાન રજૂ કરતાં એનડીડીબીના ચેરમેન મિનેષ શાહે જણાવ્યું હતું કે, બંને દેશો સમાન ભૌગોલિક સ્થિતિ અને નાના પશુપાલકો પર આધારિત દૂધ ઉત્પાદન સિસ્ટમ ધરાવે છે. શ્રીલંકાએ ડેરી ઉદ્યોગ મામલે આત્મનિર્ભર બનવા સુધીની સફર ખેડવા માટે ઉપલબ્ધ સંસાધનોને સંરચિત અને કેન્દ્રીત હસ્તક્ષેપોની સાથે ઉત્પાદક સંસાધનો તરીકે અસરકારક રીતે ઉપયોગમાં લેવા જરૂરી છે. હસ્તક્ષેપ માટેના મહત્ત્વના ક્ષેત્રો પર ભાર મૂકતી વખતે તેમણે જણાવ્યું હતું કે, ભારતના અનુભવો અને તેણે પ્રાપ્ત કરેલી શીખ ઇચ્છિત પરિણામો તરફ દોરી જનારા પ્રોજેક્ટ્સના અમલીકરણને ઝડપી બનાવવામાં મદદરૂપ થઈ શકે છે. શ્રીલંકાની સરકારે છેક વર્ષ 1997-2000માં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ (એનડીડીબી)ની સાથે સહકાર સાધ્યો હતો. હાલમાં શ્રીલંકાની સરકારે એનડીડીબી અને અમૂલ મારફતે ફરીથી ભારત પાસે મદદ માંગી છે, જેથી કરીને શ્રીલંકાને તેની પોષણ સંબંધિત જરૂરિયાતો પૂરી કરવામાં તથા સમગ્ર દેશના નાના પશુપાલકોની આજીવિકાને સુધારવામાં મદદરૂપ થઈ શકાય.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!