• ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામી નિવૃત્ત
    સ્પોર્ટ્સ 27-9-2022 09:08 AM
    • ઈંગ્લેન્ડ સામે શ્રેણી વિજય સાથે મહાન ખેલાડીએ સત્તાવાર નિવૃત્તિ લીધી
    મુંબઈ

    ભારતીય મહિલા ટીમની દિગ્ગજ ખેલાડી ઝુલન ગોસ્વામીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. નિવૃત્તિ બાદ ઝૂલને સોશિયલ મીડિયા પર રિટાયરમેન્ટ લેટર શેર કર્યો છે. 

    ચકદા એક્સપ્રેસના નામથી જાણીતી ઝુલન ગોસ્વામી દુનિયાની સૌથી ઝડપી બોલર અને સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. 6 જાન્યુઆરી, 2002ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનારી ઝુલને 19 વર્ષની કારકિર્દીમાં 284 મેચોમાં 355 વિકેટ ઝડપી છે. મહિલા વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ ઝડપવાનો રેકોર્ડ તેના નામે છે. તેણે વર્લ્ડ કપની 34 મેચમાં 43 વિકેટ ઝડપી છે. તે વર્લ્ડ કપમાં બે વાર 4 વિકેટ ઝડપી ચૂકી છે. ઝુલને તેની આંતરરાષ્ટ્રીય કરિયરમાં 1924 રન બનાવ્યા છે. તેમાં 3 અર્ધસદીનો પણ સમાવેશ થાય છે.

    ઝુલન ગોસ્વામીની છેલ્લી મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 45.4 ઓવરમાં 169 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 43.4 ઓવરમાં 153 રન બનાવી શકી હતી. આ મેચમાં ઝુલન ગોસ્વામીએ 10 ઓવરમાં 30 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!