• ન્યૂઝીલેન્ડ સામે ભારતનો 1-0થી ટી-20 શ્રેણી વિજય
    સ્પોર્ટ્સ 22-11-2022 11:43 AM
    • ત્રણ મેચની શ્રેણીમાં અંતિમ મેચ પણ વરસાદના કારણે ટાઈમાં પરિણમી
    નેપિયર

    ન્યૂઝીલેન્ડ સામે ભારતે ટી-20 શ્રેણીમાં વિજય મેળવ્યો છે. મંગળવારે નેપિયરમાં રમાયેલી ત્રીજી ટી20 મેચમાં વરસાદના કારણે મેચ રદ્દ કરવામાં આવી હતી. ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે આ મેચ ટાઈ થઈ ગઈ હતી. 161 રનના ટાર્ગેટ સામે મેદાને ઉતરેલી  ટીમ ઈન્ડિયાએ 9 ઓવરમાં 4 વિકેટે 74 રન બનાવ્યા હતા. ત્યારે ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે સ્કોર એક સરખો હતો. એટલે આ મેચ ટાઈ થઈ હતી.

    આ મેચમાં પ્લેયર ઑફ ધ મેચ મોહમ્મદ સિરાજને બનાવવામાં આવ્યા હતા. તેમણે ધારદાર બોલિંગ કરી હતી. તેમણે આજની મેચમાં 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તો પ્લેયર ઑફ ધ સિરીઝ સૂર્યકુમાર યાદવ બન્યા હતા. તેમણે આ સિરીઝની બીજી મેચમાં શાનદાર સેન્ચુરી ફટકારી હતી.

    ન્યૂઝીલેન્ડની ટીમ 19.4 ઓવરમાં જ 160 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડની ટીમ એક તબક્કે 15 ઓવરે 129/2નો સ્કોર ધરાવતી હતી. આ પછી મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહે ધારદાર બોલિંગ કરી હતી. બન્નેએ 4-4 વિકેટ ઝડપી હતી. સિરાજે એક શાનદાર રનઆઉટ પણ કર્યો હતો. તો હર્ષલ પટેલને એક વિકેટ મળી હતી. કિવી ટીમ તરફથી સૌથી વધુ ડેવોન કોનવેએ 59 રન બનાવ્યા હતા. તો ગ્લેન ફિલિપ્સે 54 રન બનાવ્યા હતા.

    ન્યૂઝીલેન્ડની ટીમ એક તબક્કે 129/2નો સ્કોર ધરાવતી હતી. આ પછી 16મી ઓવર કરવા મોહમ્મદ સિરાજ આવ્યા હતા. જેમાં તેમણે ધારદાર બોલિંગ કરતા કિવી ટીમના ગ્લેન ફિલિપ્સને આઉટ કર્યા હતા. આ પછી તો અર્શદીપ સિંહે પણ ડેવોન કોનવેને આઉટ કર્યા હતા. બે સેટર 2 ઓવરની અંદર જ આઉટ થતા, ન્યૂઝીલેન્ડની ટીમ દબાણમાં આવી ગઈ હતી. અને પછી તો સિરાજ અને અર્શદીપે તરખાટ મચાવ્યો હતો. બન્નેએ પોતાની બોલિંગમાં 4-4 વિકેટ ઝડપી હતી. આ કિવી ટીમે છેલ્લા 23 બોલમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!