• વિદેશી રોકાણકારોને ભારતનું આકર્ષણ, શેરમાર્કેટ મજબૂત સ્થિતીમાં ચાલુ માસમાં જ નવી ટોચ બનાવે તેવી સંભાવના
    વ્યાપાર 5-6-2023 08:35 AM
    • વૈશ્વિક સ્તરે આર્થિક સંકટ હળવું બન્યું, મોંઘવારી મુદ્દે પણ રાહતના સમાચારથી બજારને મજબૂત સપોર્ટ
    • આગામી 5 વર્ષોમાં સેન્સેક્સ 1,00,000ની સપાટી કુદાવી જશે, એફઆઇઆઇએ મે મહીનામાં $5 અબજનું કર્યું રોકાણ
    નવી દિલ્હી

    વૈશ્વિક સ્તરે આર્થિક સંકટ હળવું બન્યું, મોંઘવારી મુદ્દે પણ રાહતના સમાચારથી બજારને મજબૂત સપોર્ટ મળી રહ્યો છે. વિદેશી રોકાણકારોને ભારતનું આકર્ષણ, શેરમાર્કેટ મજબૂત સ્થિતીમાં ચાલુ માસમાં જ નવી ટોચ બનાવે તેવી સંભાવના છે. સેન્સેક્સ જે હાલમાં 62800 અંકની સપાટીની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. શું આગામી પાંચ વર્ષના ગાળામાં સેન્સેક્સ 100000ના લેવલને સ્પર્શી શક્શે? હાં, આગામી 5 વર્ષોની અંદર આ વાત શક્ય છે. આવો જોઈએ કેવી રીતે? આસાનીથી સેન્સેક્સ હાંસલ કરી શકે છે આપવામા આવેલો ટાર્ગેટ એક્સપર્ટ સભરવાલનું માનવું છે કે, આગામી 5 વર્ષો દરમિયાન જો ભારતનો જીડીપી ગ્રોથ 7 ટકાના દરે આગળ વધશે અને આ દરમિયાન એવરેજ ઈન્ફ્લેશન 4 ટકાની સપાટી પર રહેશે તો સેન્સેક્સ સરળતાથી 100000ની સપાટી સુધી પહોંચી શકે છે. એક્સપર્ટના અનુસાર 11થી 12 ટકા સુધીનો કંપાઉન્ડિંગ પણ સેન્સેક્સને આસાનીથી એક લાખની સપાટી તરફ ધકેલી શકે છે. છેલ્લા કેટલાક સમયથી ઈન્ડિયન ઈક્વિટી માર્કેટ (India Equity Market)માં સારા પ્રમાણમાં વિદેશી રોકાણકારોનું રોકાણ આવતું જણાઈ રહ્યું છે. બ્લૂમબર્ગના આંકડા અનુસાર છેલ્લા મે મહીનામાં વિદેશી રોકાણકારોને ભારતના માર્કેટમાંથી લગભગ 5 બિલિયન ડોલરના સ્ટોક ખરીદ્યા છે. ભારતમાં રોકાણ પાછળ કારણ એ માનવામાં આવી રહ્યું છે, કે ભારત તેજીથી વિકાસ કરી રહ્યું છે. જેનો ફાયદો ઉઠાવવામાં વિદેશી રોકાણકારો ચૂકવા માગતા નથી.  કેશ સેગમેન્ટમાં દૈનિક વોલ્યુમ મેમાં આઠ મહિનાની ટોચે, સમાપ્ત થયેલા મેમાં ભારતીય શેરબજારમાં વેપાર પ્રવૃત્તિમાં ફરી વધારો જોવા મળ્યો છે. કેશ સેગમેન્ટનું સરેરાશ દૈનિક વેપાર ટર્નઓવર  વધી રૂપિયા ૬૩૭૭૪ કરોડ સાથે આઠ મહિનાની ટોચે રહ્યું હતું. મે મહિનામાં કેશ સેગમેન્ટમાં સરેરાશ દૈનિક ટર્નઓવર  સપ્ટેમ્બર, ૨૦૨૨ બાદ સૌથી ઊંચુ હતું. એપ્રિલની સરખામણીએ મેના ટર્નઓવરમાં ૧૬.૫૦ ટકા વધારો જોવા મળ્યો છે. એનએસઈ તથા બીએસઈ પર ફ્યુચર્સ તથા ઓપ્શન્સ (એફએન્ડઓ) નું સંયુકત સરેરાશ દૈનિક ટર્નઓવર વધીને રૂપિયા ૨૫૨ લાખ કરોડની ઐતિહાસિક સપાટીએ રહ્યું હતું. એપ્રિલમાં આઆંક રૂપિયા ૨૪૨ લાખ કરોડ હતો એમ પ્રાપ્ત આંકડા જણાવે છે. શેરના ઊંચા ભાવને કારણે પણ વોલ્યુમમાં વધારો જોવા મળી રહ્યો છે એમ એેક વિશ્લેષકે જણાવ્યું હતું. મેમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈ)ની ભારતીય શેરબજારોમાં રૂપિયા ૪૩૮૩૮ કરોડની ખરીદી રહી છે. છેલ્લા ત્રણ મહિનાનો ખરીદી આંક રૂપિયા ૭૦,૦૦૦ કરોડ રહ્યો છે. બજારમાં સુધારા સાથે રિટેલ રોકાણકારો તથા હાઈ નેટવર્થ ઈન્ડીવિડયૂલ્સ તરફથી પણ રોકાણમાં વધારો થઈ રહ્યાનું જોવા મળી રહ્યું છે. દેશના શેરબજારોના બેન્ચમાર્ક ઈન્ડેકસ નિફટી૫૦ તથા સેન્સેકસ હાલમાં તેની ઓલટાઈમ હાઈ સપાટીની આસપાસ જોવા મળી રહ્યા છે. વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારતીય અર્થતંત્ર ઘણું જ મજબૂત હોવાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો શેરબજારોમાં નાણાં રોકી રહ્યા છે. એક-બે  ક્ષેત્રોને બાદ કરતા માર્ચ ત્રિમાસિક ગાળાના કંપનીઓના પરિણામો પણ સંતોષકારક આવી રહ્યા છે.

    આ પરિબળો પણ કરી શકે છે મદદ
    એક્સપર્ટ સભરવાલ વધુમાં જણાવે છે કે, આ ઉપરાંત ભારત પાસે અનેક પોટેંન્શિયલ પણ મોજૂદ છે કે જે સેન્સેક્સને 100000ના લેવલ તરફ આગળ વધવામાં મદદરૂપ થઈ શકે છે. આગામી પાંચ વર્ષ દરમિયાન દેશમાં ઉત્પાદક્તામાં સુધારા, ઊંચા ગ્રોથને કારણે થનારા લાભ, પ્રોફિટિબિલિટીમાં આવનારા સુધારા અને કેટલાક નવા સેક્ટર કે જે ઓવરઓલ માર્કેટના ગ્રોથમાં મોટું યોગદાન આપી શકે છે. કુલ મળીને જોવામાં આવે તો ભારતની અર્થવ્યવસ્થામાં આ તમામ બાબતો મોજૂદ હશે તો સેન્સેક્સ આસાનીથી આપવામાં આવેલા લેવલ સુધી પહોંચી જશે.

    ભારત બની રહ્યું છે આકર્ષક માર્કેટ
    હાલના સમયે ભારતીય માર્કેટમાં નકારાત્મક હોવાનો બિલકુલ સમય નથી. ભારતનું વેલ્યૂએશમ ગ્લોબલ ફંડ ફ્લોથી કરવામાં આવેતો આજથી થોડા સમય પહેલા માર્કેટમાં મોજૂદ અનેક લોકો ભારતની અપેક્ષાએ ચીનમાં સસ્તા વેલ્યૂએશનને જોઈને રોકાણ માટે જવાનું પસંદ કરતા હતા જોકે, થોડા જ સમયમાં તેમનો આ નિર્ણય ખોટો સાબિત થયો હતો. 

    ચીન કરતા સારી સ્થિતિમાં છે ભારત
    ભારત અને ચીનની તુલના કરીએ તો ચીનનું ફાઈનાન્શિયલ સેક્ટર ખુબ ખરાબ રીતે લોન અને લોકલ ગર્મેન્ટ સાથે અનેક મુદ્દાઓમાં ફસાયેલું જણાય છે.તેની પાસે અનેક ખરાબ બેન્કો પણ મોજૂદ છે. જ્યારે ભારતના ફાઈનાન્શિયલ માર્કેટને જોવામાં આવે તો છેલ્લા 1 વર્ષ દરમિયાન ભારત સરકારની માલિકી વાળા પીએસયૂ બેન્કોએ સારું પરફોર્મન્સ કરતા સારો નફો રળ્યો છે. કુલ મળીને ચીનથી વધુ સારી સ્થિતિમાં નજર આવી રહ્યું છે. એટલા માટે બજારમાં નેગેટિલ હોવાનો કોઈ સમય નથી.

    એશિયામાં ટોપ ઈક્વિટી માર્કેટ!
    ચાલુ નાણાકીય વર્ષનું હજી પહેલું ક્વાર્ટર ચાલી રહ્યું છે. આ ક્વાર્ટરમાં વિદેશી રોકાણકારોએ ભારતમાં સારા પ્રમાણમાં રોકાણ કરી દીધું છે. જેનાથી ભારતને એશિયાના લીડરબોર્ડમાં ટોપ લાભ ધરાવતા ઈક્વિટી માર્કેટ બનાવવામાં ઘણી મદદ મળી છે. ભારતના ટોપ ઈન્ડેક્સ નિફ્ટીમાં 6 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.કુલ મળીને ભારત અન્ય ગ્લોબલ માર્કેટમા મુકાબલામાં ઘણું સારું પ્રદર્શન કરી રહ્યું છે.

    ભારતીય માર્કેટ પર એક્સપર્ટનો દ્રષ્ટિકોણ
    આગામી સમયમાં ભારતના કોર્પોરેટ્સ ઘણો સારો દેખાવ કરી શકે છે. વિશેષ કરીને આગામી 5 વર્ષો દરમિયાન ભારતના કોર્પોરેટ્સ ડબલ ડિજિટમાં અર્નિંગ કરતા જોવા મળી શકે છે. તેમનું માનવું છે કે, ભારતનું માર્કેટ યૂરોપ અને ચીનને જોરદાર ટક્કર આપતું જણાઈ રહ્યું છે.

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!