• ભારતના સરબજોત સિંઘને મેન્સ એર પિસ્તોલમાં ગોલ્ડ

    સ્પોર્ટ્સ 23-3-2023 12:56 PM
    • ભારતના વરૂણ તોમરને બ્રોન્ઝ મળતા ભારતીયો ખુશ

    1. મનુ ભાકર, દિવ્યા સુબ્બારાજુ અને રિધમ સંગવાન નિષ્ફળ

    ભોપાલ

    શુટિંગ વર્લ્ડ કપમાં ભારતનાં સરબજોત સિંઘે શાનદાર દેખાવ કર્યો છે. મેન્સ એર પિસ્તોલમાં સરબજીતે ગોલ્ડ મેડલ જીતીને તમામને ચોંકાવી દીધા છે. સાથે સાથે તમામ ભારતીયો રોમાંચિત થઇ ગયા છે. આઇએસએસએફ શૂટિંગ વર્લ્ડકપમાં ગોલ્ડ મડલ જીતી લીધો હતો. જ્યારે મેન્સ એર પિસ્તોલ ઈવેન્ટમાં સરબજોત સિંઘની સાથે ભારતને બીજો મેડલ વરૂણ તોમરે બ્રોન્ઝના રૂપમાં અપાવ્યો હતો. ભોપાલમાં પિસ્તોલ-રાઈફલ શૂટિંગ વર્લ્ડકપ શરૂ થયો હતો.

    મેન્સ શૂટરોએ બે મેડલ જીત્યા હતા. જોકે ઓલિમ્પિયન મનુ ભાકરની સાથે દિવ્યા સુબ્બારાજુ તેમજ રિધમ સંગવાન મહિલાઓની એર પિસ્તોલ ઈવેન્ટમાં પ્રભાવ પાડી શકી નહતી.વર્ષ ૨૦૨૧માં ટીમ અને મિક્સ ટીમમાં જુનિયર વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલા સરબજોતે ગોલ્ડ મેડલ માટેના મુકાબલામાં પ્રભાવશાળી દેખાવ કરતાં અઝરબૈજાનના રુસ્લાન લુનેવને ૧૬-૦થી હરાવ્યો હતો. જ્યારે ક્વોલિફાઈંગમાં છેક આઠમા ક્રમે રહેલો ભારતનો વરૃણ તોમર શાનદાર દેખાવ સાથે ફાઈનલના અંતે ત્રીજા ક્રમે રહ્યો હતો અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતનો ત્રીજો શૂટર સુમીત રહમાન હતો, જે ૧૩માં ક્રમે રહ્યો હતો.ઓલિમ્પિક મનુ ભાકર કરતાં ૨૭ વર્ષની દિવ્યા સુબ્બારાજુએ શાનદાર દેખાવ કર્યો હતો અને તે ક્વોલિફાઈંગમાં ત્રીજા ક્રમે રહીને રેન્કિંગ રાઉન્ડમાં પ્રવેશી હતી. જોકે આખરે તેને પાંચમો ક્રમ મળ્યો હતો
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!