• 11 વર્ષ પછી વાનખેડેમાં ભારતની ઓસી. સામે જીત
    સ્પોર્ટ્સ 17-3-2023 03:53 PM
    • કે. એલ. રાહુલે 75 બનાવ્યા. જાડેજા સાથે 108 રનની પાર્ટનરશિપ
    મૂંબઈ

    ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની સિરીઝની પ્રથમ મેચ શુક્રવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. તેમાં ટીમ ઈન્ડિયાને પહેલી વન-ડેમાં 189 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઇન્ડિયન ટીમે ઓવરમાં 5 વિકેટે ચેઝ કરી લીધો હતો. આ જીતના હીરો શમી, સિરાજ, કેએલ રાહુલ અને રવીન્દ્ર જાડેજા રહ્યા છે. કેએલ રાહુલે સૌથી વધુ 75* રન બનાવ્યા હતા. રવીન્દ્ર જાડેજાએ 45* રન બનાવ્યા હતા. બન્ને વચ્ચે 123 બોલમાં 108* રનની પાર્ટનરશિપ થઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ મિચેલ સ્ટાર્કે 3 વિકેટ લીધી હતી. તો માર્કસ સ્ટોઇનિસે 2 વિકેટ લીધી હતી. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ 3 મેચની વન-ડે સિરીઝમાં 1-0ની લીડ લઈ લીધી છે. હવે બીજી મેચ 19 માર્ચે વિશાખાપટ્ટનમમાં રમાશે.

    ટીમ ઈન્ડિયાને 189 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જોકે આને ચેઝ કરવા માટે ઓપનિંગમાં શુભમન ગિલ અને ઈશાન કિશન આવ્યા હતા. જોકે ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ઈશાન કિશનને સ્ટોઇનિસે આઉટ કર્યો હતો. આ પછી સ્ટાર્કે સતત બે બોલમાં બે વિકેટ લીધી હતી. તેણે પહેલા વિરાટ કોહલી અને પછીના બોલે સૂર્યાને LBW આઉટ કર્યો હતો
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.