• LAC પર ભારત-યુએસના યુદ્ધાભ્યાસથી ચીનને પેટમાં દુખતા ભારતે દવા કરી

    રાષ્ટ્રીય 2-12-2022 11:19 AM
    • વિદેશ મંત્રાલયએ ચીનને જડબાતોડ જવાબ આવ્યો, ભારત-અમેરિકા મિલિટ્રી એક્સરસાઇઝ આંતરિક મુદ્દો બાગચી
    નવી દિલ્હી

    ભારતીય સરહદ નજીક ઉત્તરાખંડમાં નિયંત્રણ રેખા LACની નજીક ચાલી રહેલા ભારત-અમેરિકાનાં યુદ્ધાભ્યાસ પર ચીને સવાલ ઉઠાવતા ભારતીય વિદેશ મંત્રાલયે જડબાતોડ પ્રતિક્રિયા આપી છે. મંત્રાલયનાં પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે ભારત કોની સાથે મિલિટ્રી એક્સરસાઇઝ કરશે તે તેનો આંતરિક મુદો છે. ચીન પોતાના ખુદનાં સમાધાનોનું ઉલ્લંઘન કરે છે.

    બાગચીએ કહ્યું કે અમારો અમેરિકા સાથે સંબંધ છે જેને લઇને કોઇ વીટો નહીં કરી શકે. ચીને બુધવારે કહ્યુ કે આ વાસ્તવિક નિયંત્રણ રેખાની પાસે ભારત-અમેરિકાનાં જોઇન્ટ મિલિટ્રી એક્સરસાઇઝનો વિરોધ કરે છે અને આ નવી દિલ્હી અને બેજિંગની વચ્ચે હસ્તાક્ષરિત 2 સીમાઓ સાથે સમાધાનની ભાવનાનું ઉલ્લંઘન કરે છે.

    ચીની વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા ઝાઓ લીઝિયાને બેજિંગમાં કહ્યું કે ચીન-ભારત સીમા પર એલએસીની નજીક ભારત અને અમેરિકાની વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ 1993 અને 1996માં ચીન અને ભારતની વચ્ચે થયેલ સમાધાનની ભાવનાનું ઉલ્લંઘન કરે છે. તેની સાથે જ તેમણે દાવો હતો કે આ ચીન અને ભારતની વચ્ચે વિશ્વાસને પૂરો કરતો નથી.

    એલએસીથી લગભગ 100 કિમી દૂર ઉત્તરાખંડમાં ભારત-અમેરિકા સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘યુદ્ધ અભ્યાસ’ ચાલી રહ્યો છે. જેનો ઉદેશ્ય શાંતિ સ્થાપના અને આંતરિક રાહત કાર્યોમાં બંને સેનાઓની વચ્ચે પારસ્પરિકતાને વધારો અને કુશળતા શેર કરવાનું છે. આશરે 2 અઠવાડિયા સુધી ચાલતનારા આ યુદ્ધાભ્યાસ હાલમાં જ શરૂ થયું છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!