• ઈન્વેસ્ટ યોર ટાઈમ ઈન ગિવીંગ બેક ટુ ધ સોસાયટી ઃ ચિરંજીવ પટેલ
    સક્સેસ સ્ટોરી 23-2-2022 12:31 PM
    • 300 કરોડનું ટર્નઓવર ધરાવતા પી. સી. સ્નેહલ ગૃપ પાસે રૂ.1000 કરોડની ઓર્ડરબુક છે
    • મેં કોમ્પ્યુટર એન્જિનીયરીંગનો અભ્યાસ કર્યો, કેમિકલ વેચવાની શરૂઆત કરી અને આજે  હું ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રમાં કામ કરી રહ્યો છું 
    અમદાવાદ


    શહેરના યુથ આઇકન અને પી. સી. સ્નેહલ ગૃપના મેનેજીંગ ડિરેકટર ચિરંજીવ પટેલે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી ખાતે ઇન્ટરનેશનલ એન્ટરપ્રેન્યોરલ સમિટ 2019માં ‘સક્સેસફૂલ લિડરશિપ કન્ટ્રીબ્યૂટીંગ ટોવર્ડસ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઓફ યુએન એન્ડ અચિવિંગ ધ ગોલ્ડ ટીલ 2030 ઇન ઇન્ડીયા’ વિષય પર વક્તવ્ય આપ્યું હતું જેને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો. 

    ‘ગુજરાત મેઇલ’ સાથેની મુલાકાતમાં ચિરંજીવ પટેલે જણાવ્યું હતું કે મહાન વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઇ પછી (રાજકીય નેતાને બાદ કરતા) કદાચ હું બીજો ગુજરાતી છું કે જેણે યુએનમાં 20 મીનિટ પ્રવચન આપ્યું હોય. 97 દેશોના 258 પ્રતિનિધિઓની હાજરીમાં ગત તા. 26 જૂનના રોજ માત્ર 38 વર્ષની વયે મેં ભારતનું નામ રોશન કર્યું હતું. 

    મહત્વકાંક્ષા જેની રગોમાં દોડે છે અને સમાજને કશુંક પરત આપવામાં માનતા ચિરંજીવ પટેલે જણાવ્યું હતું કે મેં કોમ્પ્યુટર એન્જિનીયરીંગનો અભ્યાસ કર્યો, કેમિકલ વેચવાની શરૂઆત કરી હતી અને આજે હું ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રમાં કામ કરી રહ્યો છું. વર્ષ 2001માં હું બેંગ્લોરમાં કોમ્પ્યુટર એન્જિનીયરીંગનો અભ્યાસ કરતો હતો ત્યારે પડોશમાં હું ટીવી જોવા જતો હતો એ અંકલ વૈજ્ઞાનિક હતા અને તેઓ 20 વર્ષથી ઇન્ડસ્ટ્રીઝમાં કેમિકલને બદલે વાપરી શકાય એવા હર્બલ લિક્વીડ પર રિસર્ચ કરતા હતા, જોકે તેમને તેને કોમર્શિયલ ધોરણે વેચવામાં રસ નહોતો. જ્યારે મને તેમાં બિઝનેસની તક દેખાઇ એટલે મેં તેમને કોમર્શિયલ ધોરણે વેચવા માટે વાત કરી. આ બિઝનેસ શરૂ કરવા મેં મારા પિતાને વાત કરી તો તેમણે કહ્યું કે, તું તારી જાતે બિઝનેશ કરવા સક્ષમ છે માટે આપબળે જ ધંધો કર. એટલે મેં રૂ.60 હજાર ઉધાર લઇને લેપટોપ સાથે બિઝનેસ શરૂ કર્યો. પીસીએસ ઇકોના બ્રાન્ડનેમ હેઠળ વેચવાનો મેં નિર્ણય કર્યો અને ગુજરાતમાં વિવિધ ઇન્ડસ્ટ્રીઝમાં સંખ્યાબંધ સફળ ટ્રાયલ પછી તાજ હોટલ ઉમેદમાંથી મને 100 કિલોગ્રામનો ઓર્ડર મળ્યો હતો. હર્બલ લિક્વીડ વેચવા હું ગુજરાતના ગામે ગામ એસટી બસ અને ટ્રેનમાં ખૂબ ફર્યો હતો. અમૂલ ડેરીને પણ આ હર્બલ લિક્વીડ વેચ્યું હતું અને વર્ષ 2003માં 17 ડિસ્ટ્રીબ્યુટર સાથે સમગ્ર દેશમાં મહિને 10 ટન લિક્વીડ વેચતો હતો. 

    તેમણે જણાવ્યું કે આ વ્યવસાયમાં કમાણી ઓછી હોવાથી છેવટે મેં ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રમાં બિઝનેસ કરવાનો નિર્ણય લીધો હતો અને એ માટે મેં નવું ડિવીઝન ચાલુ કર્યું હતું. હું માત્ર 23 વર્ષનો હતો ત્યારે વીજ કંપની માટે સાબરમતી નદીમાં પાવર પાઇલીંગ પ્રોજેકટ હાથમાં લીધો હતો. રૂ. 8 કરોડનો પ્રોજેકટ જે 8 મહિનામાં પૂર્ણ કરવાનો હતો તેને મેં ફકત 6 મહિનામાં પૂર્ણ કર્યો હતો. વર્ષ 2003થી 2005 સુધીમાં રૂ.14 કરોડનું ટર્નઓવર મેળવ્યું હતું. મેં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે ત્રણ મોટા કામો કર્યા હતા જેમાં નરોડા મેમ્કો સ્પોર્ટસ કોમ્પલેક્ષ, અસારવા તળાવ અને શારદાબહેન હોસ્પિટલના પ્રોજેકટનો સમાવેશ થાય છે. વર્ષ 2005માં મેં નાના કોન્ટ્રાકટર્સ સાથે જોઇન્ટ વેન્ચર, પાર્ટનરશીપ અને સબ કોન્ટ્રાકટીંગની શરૂઆત કરી હતી. વર્ષ 2007માં મારી કંપનીનું ટર્નઓવર વધીને રૂ.30 કરોડે પહોંચી ગયું હતું. પહેલીવાર મેં અમરેલીમાં વોટર પ્રોજેકટ હાથ ધર્યો હતો અને મારૂં સિંગલ ટેન્ડર રૂ.6.20 કરોડનું પાસ થયું હતું. આમ હવે અમે રાજ્યમાં વિવિધ સ્થળોએ કામ કરવાના શરૂ કર્યા હતા. 

    ચિરંજીવ પટેલે વધુમાં જણાવ્યું હતું કે હું મહત્વકાંક્ષી હોવાથી મને નાના કામો કરવાને બદલે મોટા ટર્નઓવરમાં રસ હતો. વર્ષ 2011માં મારી કંપનીનું ટર્નઓવર વધીને રૂ.100 કરોડે પહોંચી ગયું હતું. વર્ષ 2013માં અમે ગુજરાત બહાર મધ્યપ્રદેશમાં વોટર અને ડ્રેનેજ પ્રોજેકટ હાથ ધર્યો હતો. આજે દેશના 12 રાજ્યોમાં વોટર ડીસ્ટ્રીબ્યુશન અને ડ્રેનેજ પ્રોજેકટમાં અમે મેજર કંપની છીએ. વર્ષ 2016માં મારી કંપનીનું ટર્નઓવર વધીને રૂ.200 કરોડે પહોંચી ગયું હતું. વર્ષ 2019માં ટર્નઓવર 300 કરોડને વટાવી ગયું છે અને આજે અમારી કંપની પાસે રૂ.1000 કરોડની ઓર્ડરબુક છે. વોટર ડીસ્ટ્રીબ્યુશનમાં ડિઝાઇન, બિલ્ટ અને મેઇન્ટેનન્સમાં અમારી કંપની ભારતમાં મેજર કંપની છે. 

    તેમણે વધુમાં જણાવ્યું કે બિઝનેસ ઉપરાંત મને વિવિધ પ્રકારની અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવાનું ગમે છે. મેં 23 વર્ષની વયે ફ્રેન્ડસ ગરબાની શરૂઆત કરી હતી જે આજે અમદાવાદ શહેરમાં સ્ટેટસ સિમ્બોલ બની ગયા છે. ત્યારબાદ હું સ્પોર્ટસ ક્લબમાં ચૂંટાઇને ચેરમેન પણ બન્યો હતો. 27 વર્ષે મેં ગ્લોબલ એન્ટરપ્રેન્યોર ઓર્ગેનાઇઝેશનની સ્થાપ્ના કરી હતી અને તેથી હું તેનો ફાઉન્ડર પ્રેસિડન્ટ છું. વર્ષ 2016-18માં એશિયાનો ચેરમેન બન્યો હતો અને હાલમાં હું ગ્લોબલ હેડ છું. ચાર જુદી જુદી યુનિવર્સિટીના બોર્ડમાં પણ છું. 

    સખાવતમાં માનતા ચિરંજીવ પટેલે કર્મા ફાઉન્ડેશનની સ્થાપ્ના કરી છે જેના દ્વારા અનેક પ્રકારની ચેરિટી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. ‘ઇન્વેસ્ટ યોર ટાઇમ ઇન ગિવીંગ બેક ટુ ધ સોસાયટી’ એ સમાજ માટે તેમનો સંદેશો છે.  
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!