• આઇપીએલમાં છગ્ગાઓનો વરસાદ થાય તેવી વકી
    સ્પોર્ટ્સ 18-3-2023 11:16 AM
    • નવા ખેલાડીઓ છવાઇ જવા માટે ખુબ ઉત્સુક
    • ધોની, રોહિત, વિરાટ, શુભમન પર નજર રહેશે
    મુંબઇ

    ઇન્ડિયન પ્રિમિયર લીગની શરૂઆત 31મી માર્ચનાં દિવસથી થઇ રહી છે ત્યારે આ વખતે પણ છગ્ગા અને ચોગ્ગાનો વરસાદ થાય તેવી વકી છે. વિરાટ કોહલી, રોહિત શર્મા, શુભમન ગિલ, સુર્યકુમાર, હાર્દિક પંડયાની સાથે સાથે નવા ઉભરતા ખેલાડી જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે. આ વખતે પણ આઇપીએલમાં છગ્ગા અને ચોગ્ગાનો જોરદાર વરસાદ થાય તેવી વકી છે. IPL ઇતિહાસ પર નજર કરવામાં આવે તો કેટલાક ખેલાડી હમેંશા છવાયેલા રહ્યા છે. વિતેલા વર્ષામાં વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલે આઇપીએલમાં ખુબ ધમાલ મચાવી છે.તેને આ લીગના ઇતિહાસમાં 142 મેચો રમી છે, આમાં તેને 357 છગ્ગા ફટકાર્યા છે. તે છગ્ગા ફટાકરવાના મામલામાં સૌથી નંબર વન ટૉપ પર છે.ગેલ બાદ બીજા નંબર પર દક્ષિણ આફ્રિકાનો પૂર્વ દિગ્ગજ બેટ્સમેન અને આરસીબીનો મુખ્ય ખેલાડી રહી ચૂકેલો એબી ડિવિલિયર્સનુ નામ આવે છે. એબીએ પોતાની આઇપીએલ કેરિયરમાં 184 મેચો રમી છે, આમાં તેને 251 છગ્ગા ફટકાર્યા છે.ભારતીય ટીમના કેપ્ટન અને 5 વાર મુંબઇ ઇન્ડિયન્સને ખિતાબ જીતાડનારો રોહિત શર્મા આ લિસ્ટમાં ત્રીજા નંબર પર છે. રોહિત શર્માએ આઇપીએલમાં 222 મેચો રમી છે, આ દરમિયાન તેને 240 છગ્ગા ફટકાર્યા છે.ભારતના સૌથી સફળ કેપ્ટન અને આઇપીએલમાં સીએસકેની કેપ્ટનશીપ કરનારા મહેન્દ્ર સિંહ ધોનીને પણ આઇપીએલ ખુબ પસંદ છે. તેને આ લીગમાં 234 મેચો રમી છે, અહીં તેને 229 છગ્ગા ફટકાર્યા છે.મુંબઇના દિગ્ગજ ખેલાડી રહી ચૂકેલા કિરૉન પોલાર્ડને પણ આઇપીએલ ખુબ પસંદ છે. તેને આ લીગમાં 189 મેચો રમી છે, અને તેને 223 છગ્ગા ફટકાર્યા છે.
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.