• પ્રાર્થના કરવા માટે પણ પાત્રતા કેળવવી જરૂરી છે
     જેમ આપણે કોઈ કાર્ય કરવું હોય તો એ પ્રમાણેની લાયકાત કે પાત્રતા કેળવવી પડે છે. એવી રીતે પ્રભુની ભક્તિ કે પ્રાર્થના કરવા માટે પણ પાત્રતા કેળવવી જરૂરી છે. આપણી પ્રાર્થનામાં કોઈ તથ્ય કે ભલીવાર હોતાં નથી. આપણી પ્રાર્થનામાં તો કેવળ અને કેવળ કાંઈ માંગવાની સ્વાર્થવૃત્તિ જોડાયેલ હોય છે. આપણે તો પ્રાર્થના કરતી વખતે પણ એકાગ્રતા કે એકચિત્ત રાખતાં નથી અને પ્રાર્થના કરતી વખતે અહીં તહીં ધ્યાન રાખીએ છીએ. આપણાં મનમાં આપણે એટલાં બધાં મેલ અને કુભાવ ભરીને પ્રાર્થના કરીએ છીએ, વળી એમાંય આપણે ઈશ્વર પાસેથી કશું ને કશું માંગવાની તથા મેળવવાની અપેક્ષા ધરાવીએ છીએ તો ભગવાન ક્યાંથી આપણી પ્રાર્થના સાંભળી શકવાના હતાં.

    જેમ લાયકાત વગરની અરજીનો અસ્વીકાર થાય છે તેમ પાત્રતા વગરની પ્રાર્થનાનો પ્રભુ અસ્વીકાર કરે છે. સ્વાર્થ હીન, છળકપટ વગરની, એકાગ્ર ચિત્ત તથા નિર્મળ મનથી કરેલી પ્રાર્થના કે સ્તુતિનો પ્રભુ હસતાં મોંઢે સ્વીકાર કરે છે. મીરાંબાઈ, નરસિંહ મહેતા, કબીર દાસ, તુલસીદાસ વિગેરેની પ્રાર્થનામાં એક ગજબ પ્રકારની શક્તિ અને તાકાત હતી. આવા પ્રકારના ભક્તો ભગવાન પાસેથી ધાર્યું કામ કરાવી શકતાં હતાં અને ભગવાને પણ તેઓનાં કામ કરેલાં છે અને ભક્તોની ભીડ ભાંગી હતી, અને આ બાબતની ઈતિહાસ પણ સાક્ષી પૂરે છે.આનું કારણ એ હતું કે તેઓ જગતનાં તમામ ભૌતિક સુખોથી અલિપ્ત હતાં. દુ:ખ પડે કે આપત્તિ આવે, તેઓ પોતાનો નિત્યક્રમ ક્યારેય ચૂક્યા ન હતાં કે કોઈ પણ વ્યક્તિ કે જ્ઞાતિ પ્રત્યે તેઓને કોઈ રાગદ્વેષ ન હતો. મીરાંબાઈ, નરસિંહ મહેતા, તુલસીદાસ, કબીરજી વિગેરેએ પ્રભુ પાસે કોઈ પણ પ્રકારની દૌલત, ધનસંપત્તિ, વૈભવ, ઐશ્વર્ય, તાજ,પદ કે સત્તા માંગી ન હતી, બસ માંગી તો માંગી પ્રભુની ભક્તિ અને સેવા. આ વ્યક્તિઓએ, પોતાની તેમજ પોતાના પરિવારજનોની ક્યારેય ચિંતા કરી ન હતી, તેથી તેમને તથા તેમનાં પરિવારજનોને જિવાડવાની જવાબદારી ઈશ્વરે ઉપાડી હતી.નરસિંહ મહેતા જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલા નિહાળતા હતા , એ સમયે એમના હાથમાં સળગતી મશાલ હતી, પરંતુ નરસિંહ મહેતા પ્રભુમય બનીને ભાન ભુલી શ્રી કૃષ્ણની ભક્તિમાં એવા તલ્લીન થઈ ગયા કે એમનાં હાથમાં રહેલી આખી મશાલ સળગી ગઈ અને એમનો હાથ બળવા લાગ્યો, છતાં પણ, નરસિંહ મહેતાને ખબર પણ ન હતી કે મારો હાથ જલી રહ્યો છે.જ્યારે બીજી તરફ શ્રી કૃષ્ણ ભગવાન આ દ્શ્ય જોઈને ચોંકી ગયા અને નરસૈયાની સાચી ભક્તિથી ગદ્ગદ્ થઈ ગયાં અને નરસૈયાને દર્શન આપી ગળે લગાડ્યાં હતાં. તો બીજી બાજુ મીરાંબાઈને મારી નાંખવા માટે એમના દિયેર રાણાજીએ હળાહળ વિષ ભરેલો કટોરો મોકલ્યો હતો, પરંતુ મીરાંબાઈને પોતાના પ્રભુ પ્રત્યે એટલી અતૂટ શ્રદ્ધા હતી અને એ જાણતાં હતાં કે આ કાતિલ ઝેર છે, છતાંય તેઓ કોઈ પ્રતિક્રિયા આપ્યા વગર હળાહળ વિષને પણ અમૃત સમજીને ગટગટાવી ગયાં હતાં અને એમને સ્હેજ પણ આંચ આવી ન હતી.આમ તેઓની પ્રાર્થના માટે તથા ભક્તિમાં જબરદસ્ત નિષ્ઠા હતી, શક્તિ હતી કે અન્ય પ્રકારનો બીજો કોઈ સ્વાર્થ ન હતો. આપણે તો પ્રભુ ભક્તિ માટે જરાપણ સમય ફાળવતાં અને બીનજરૂરી ફાલતું કાર્યો માટે સમય ફાળવીએ છીએ, પરંતુ ખરેખર આપણે ભગવાન માટે થોડો સમય ફાળવીએ છીએ ખરાં? શું આપણે ખરા દિલથી ભગવાનની ભક્તિ તથા પ્રાર્થના કરીએ છીએ ખરાં?  આપણે તો પ્રાર્થના કરતી વખતે અહીં તહીં ડાફોળિયાં મારીએ છીએ અને સામેવાળો શું કરે છે તે નિહાળવામાં સમય બગાડીએ છીએ, ચાલું પ્રાર્થના એ પણ કાંઈ ને કાંઈ ઈશારા કરતાં રહીએ છીએ.આપણી પ્રાર્થનામાં સ્વાર્થ જોડાયેલ હોય છે, આપણી પ્રાર્થનામાં કોઈ ભલીવાર હોતો નથી અને વજૂદ પણ હોતું નથી અને એથી ઈશ્વર આપણી પ્રાર્થના નો સ્વીકાર કરતાં નથી. આપણી પ્રાર્થના ઈશ્વર સુધી વ્યવસ્થિત રીતે પહોંચતી નથી, પછી આપણને એનું ફળ ક્યાંથી મળવાનું હતું.

    આપણે જો પ્રભુનું સાંનિધ્ય પ્રાપ્ત કરવું હોય તો સૌ પ્રથમ પાત્રતા કેળવવી પડશે. ઉપર જણાવ્યું તે પ્રમાણે પાત્રતા વગરની પ્રાર્થના નકામી અને અર્થહીન છે. એક કહેવત છે કે દાન હંમેશાં સુપાત્રને આપવાથી દાનની ગરિમા અને મહત્તા જળવાઈ રહે છે, તેમ પાત્રતા કેળવેલ વ્યક્તિ પ્રભુ પાસેથી કાંઈક મેળવે છે તો તે ધન વૈભવ, જ્ઞાન, લોક કલ્યાણનાં કામોમાં વાપરે છે. માટે પાત્રતા કેળવીને નિઃસ્વાર્થ ભાવે, અંતરના નાદથી, એકચિત્તે, જે પ્રાર્થના કરવામાં આવે છે એનો ભગવાન ચોક્કસ અને જરૂરથી સ્વીકાર કરે છે.

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!