• ‘બાળલગ્ન પ્રથા અટકે, સમુહલગ્નના આયોજન થકી ખોટા ખર્ચનો બચાવ, સરકારી યોજનાથી લોકો જાગૃત થાય તે ખૂબ જરૂરી’

    યુનિસેફ 30-9-2022 12:37 PM
    • ઠાકોર સમાજના આગેવાન તથા ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા ક્ષત્રિય વિકાસ મંડળના સચિવ પરબતભાઈ ઠાકોરનો સમાજને નવી રાહ ચિંધવાનો પ્રયાસ
    અમદાવાદ

     સમાજમાં આજે પણ અનેક કુરિવાજો પ્રવર્તે છે. આ કુરિવાજોને દુર કરવાના પ્રયાસો થાય તો તેમાં સુધારો થઈ શકે છે. બસ આવો જ એક પ્રયાસ કરી રહ્યાં છે પરબતભાઈ ઠાકોર. તેઓ ઠાકોર સમાજના આગેવાન તથા ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા ક્ષત્રિય વિકાસ મંડળના સચિવ છે. તેઓ કન્યા કેળવણી સાથે સાથે બાળલગ્ન અટકાવવાંના દૃઢ હિમાયતી છે.

    મંડળના સભ્ય તરીકે  પરબતભાઇ બાળલગ્નના વિવિધ પાસાઓને ખૂબ ગહન રીતે સમજે છે જેથી જ તેઓ બાળલગ્નનોને રોકવા તેમજ નિવારણ લાવવા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર અને જિલ્લા બાળ સુરક્ષા એકમ ગાંધીનગર દ્વારા આયોજિત જાગૃતિ વર્કશોપ અને સેમિનારમાં સતત ભાગ લે છે. આવા એક વર્કશોપમાં તેમણે સરકારી યોજના ‘કુંવર બાઇનું મામેરું’ વિશે જાણ થઇ અને સાથે સાથે આ યોજના દ્વારા ગરીબ પરિવારો માટે બોજારૂપ લગ્નના ખર્ચને ઘટાડવામાં આ યોજનાની સંભવિત ભૂમિકા વિશે સાંભળ્યું. સમાજના નબળા વર્ગના લોકો માટે આ યોજના અંતર્ગત સમૂહલગ્ન આયોજિત કરવામાં આવે છે સાથે સાથે આ યોજના દ્વારા બાળલગ્નને પણ અટકાવવામાં આવે છે. પરબતભાઈ લોકોને કુંવર બાઈનું મામેરું યોજનાનો લાભ ઉઠાવવાનું જણાવે છે. જેથી લગ્નના આર્થિક બોજને ઘટાડી શકાય અને બાળ લગ્નને પણ રોકી શકે.

    સ્થાનિક સમિતિના સભ્યોની મદદ દ્વારા પરબતભાઇ દરેક ઘર સુધી પહોંચીને સમાજના નબળા લોકો માટે સામાજિક સુરક્ષા યોજનાઓના લાભ અપાવવા માટે લાયક બાળકો, પરિવારો વિશે જાણકારી મેળવીને તેમને યોજનાઓ સાથે સાંકળે છે અને તેઓ દર મહિને પ્રચાર અને પ્રસાર માટે માસિક સમુદાય મિટિંગનું આયોજન પણ કરે છે. આ સિવાય જે બાળકોએ શાળામાંથી અભ્યાસ છોડી દીધો છે તેમને ફરીથી પુનઃપ્રવેશ માટે પણ પરબતભાઇ કાર્યરત છે.

    પરબતભાઈ અન્ય  સમુદાયની સમિતિઓ સાથે પણ સંકલન કરે છે અને સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરવા અને કિશોરીઓના જીવનને અસર કરતા પરિબળો શોધવા અન્ય જ્ઞાતિના આગેવાનો સાથે બેઠકોમાં ભાગ લે છે. તે દ્રઢપણે માને છે કે તમામ બાળકો અને કિશોરીઓને અનુલક્ષીને તેમના સર્વાંગી વિકાસ માટે હજી વધુ ઊંડાણ પૂર્વક અભ્યાસ થવો જોઈએ જેથી તેમની સમસ્યાઓ સમજી અને ઉકેલ લાવી શકાય.

    “સમુહલગ્નો આયોજિત કરવાથી નાણાંનો વ્યય થતો અટકાવી શકાશે અને તેના દ્વારા સમાજના નબળા પરિવારો પર આર્થિક બોજો દૂર થઇ શકે છે. જેથી આખા સમાજમાં દરેકનો વિકાસ થઈ શકે છે. આપણે લોકોને સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ, જેથી કોઈ વ્યક્તિ, પરિવાર અને સમાજ પ્રગતિ કરી શકે.”  > પરબતભાઇ ઠાકોર

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!