• ITC રિવર્સલ - રીયલ એસ્ટેટ સેક્ટર ઃ જીનલ ભટ્ટ
    આર્ટિકલ 22-3-2022 09:47 AM
    જીનલ ભટ્ટ

      GST એક્ટ, 2017નું મુખ્ય લક્ષણ માલ અને સેવાઓના સપ્લાયના દરેક તબક્કે ઈનપુટ ટેક્ષ ક્રેડિટનો પ્રવાહ સીમલેસ કરવાનો છે. GST એક્ટ, 2017 દ્વારા સરકારે વ્યવસાયમાં રોકાયેલા વ્યક્તિઓ પર વિશ્વાસ કર્યો છે કે તેઓ આઉટપુટ માલસામાન અને સેવાઓના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા ઈનપુટ માલ અને સેવાઓ પર ચૂકવેલ તમામ ઉપલબ્ધ ઈનપુટ ટેક્ષ ક્રેડિટનો ઉપયોગ કરી સ્વ-મૂલ્યાંકન કરીને ચૂકવવાપાત્ર થતો GST સરકારને ચૂકવે. ઉપરોક્ત જોગવાઈઓનો દુરઉપયોગ થતો અટકાવવા માટે કેટલાક ચેક પોઇન્ટ મૂકવામાં આવ્યા છે. આવો જ એક ચેક પોઇન્ટ છે ITC રિવર્સલ.

    ITC રિવર્સલનો અર્થ એ છે કે અગાઉ ઉપયોગમાં લેવાયેલ ઈનપુટ્સની ક્રેડિટ હવે આઉટપુટ ટેક્ષ જવાબદારીમાં ઉમેરવામાં આવશે, જે અગાઉ દાવો કરાયેલી ક્રેડિટને અસરકારક રીતે રદબાતલ કરશે. આવા રિવર્સલ પર વ્યાજની ચૂકવણી કરવી પણ ફરજિયાત છે. ITCનું રિવર્સલ નીચેના સંજોગોમાં ફરજિયાત છે.

    (1) રેસિપિયન્ટ ચોક્કસ સપ્લાય માટે સપ્લાયરને કન્સિડરેશન (સંપૂર્ણ અથવા આંશિક) ચૂકવવામાં નિષ્ફળ જાય.

    (2) ‘‘બ્લોક ક્રેડિટ’’ [SECTION 17(5)] પર ITCનો લાભ લેવામાં આવ્યો હોય.

    (3) ઈનપુટ્સનો ઉપયોગ (સંપૂર્ણ અથવા આંશિક) Exempt સપ્લાય માટે કરવામાં આવે અથવા એવા સપ્લાય માટે કરવામાં આવે જે વ્યવસાય હેતુ માટે ના હોય અથવા જેનો ઉપયોગ વ્યક્તિગત વપરાશમાં કરવામાં આવે.

    (4) માલ-સામાનમાં વપરાતા ઈનપુટ્સ મફત નમૂના તરીકે આપવામાં આવે અથવા ગુમ થયેલ, નાશ પામેલ કે ચોરાઈ ગયેલ માલ વગેરેમાં ઉપયોગમાં લેવાયેલ હોય.

    (5) GST રજિસ્ટ્રેશન રદ કરવામાં આવે કે પછી કોમ્પોઝિશન સ્કીમમાં સ્વીચ કરવામાં આવે.

    (6) કેપિટલ ગુડ્સ પર લેવામાં આવેલ ઈનપુટ્સનો ઉપયોગ Exempt સપ્લાય માટે કરવામાં આવે.

    (7) કેપિટલ ગુડ્સની ખરીદી પર તેમાં રહેલા GST કોમ્પોનન્ટ પર ઈન્કમટેક્ષ હેઠળ ડેપ્રિસીએશન ક્લેઇમ કરવામાં આવેલ હોય.

    (8) અમુક ખાસ નિયમો હેઠળ બેંકિંગ અને અન્ય નાણાંકીય કંપનીઓ દ્વારા 50 ટકા ITCનું રિવર્સલ ફરજિયાત છે.

    (9) ઈનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટરને ઈશ્યૂ કરાયેલ ક્રેડિટ નોટ્સ.

    ITC રિવર્સલ પર વ્યાજની જોગવાઈ 

    CGST Act, 2017ના પ્રકરણ ‘X’માં કર ચૂકવણી સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી છે. આ પ્રકરણની કલમ 50 એ સંજોગો દર્શાવે છે જ્યાં વ્યાજની ચૂકવણી ફરજિયાત છે. આ કલમ 50 બે સંજોગોમાં વ્યાજની ચૂકવણીની જોગવાઈ કરે છે.

    a. જ્યાં કર ચૂકવવા માટે જવાબદાર વ્યક્તિ તે ચૂકવવામાં નિષ્ફળ જાય.

    b. જ્યાં કોઈ વ્યક્તિ ઈનપુટ ટેક્ષ ક્રેડિટનો અયોગ્ય અથવા વધુ દાવો કરે.

    ITC રિવર્સલ પર વ્યાજનો દર

    કલમ (50)(3) હેઠળ ITC રિવર્સલ પર વ્યાજનો દર 24 ટકા p.a.થી વધુ ન હોવો જોઈએ. જ્યારે કે કલમ 50 (1) એ કલમ 50 (3) હેઠળ આવતા કેસો સિવાયના તમામ અન્ય કેસોને આવરી લે છે જ્યાં વ્યાજનો દર 18 ટકા p.a. છે.

    રિયલ એસ્ટેટ સેક્ટરમાં ITC રિવર્સલ ક્યારે કરવામાં આવશે ? નીચે જણાવેલ 3 સંભવિત ઘટનાઓ રિવર્સલને આકર્ષી શકે છે.

    } ITCના અવેઇલમેન્ટ સમયે એવો નિર્ણય કરી શકાતો નથી કે ઈનપુટનો ઉપયોગ Exempt કે બિનકરપાત્ર સપ્લાય માટે કરવામાં આવશે અને આથી તે સમયે રિવર્સલ શક્ય નથી, પરંતુ કમ્પ્લીશન સર્ટિફિકેટની પ્રાપ્તિનો સમય એ અગાઉ લીધેલી ક્રેડિટ રિવર્સ કરવા માટે યોગ્ય સમય છે. પ્રોપર ઓફિસર પાસેથી કમ્પ્લીશન સર્ટિફિકેટ મેળવ્યા પછી અને તે પહેલાં વેચવામાં આવેલ બંને રહેણાંક એકમો માટે ઈનપુટ્સનો ઉપયોગ કરવામાં આવે તો તેમાં ન વેચાયેલા ભાગના પ્રમાણસર વપરાયેલ ક્રેડિટ ઉલટાવી દેવી જોઈએ અને વેચાયેલા એકમોની ક્રેડિટ ઈનપુટ ટેક્ષ ક્રેડિટ માટે પાત્ર હશે. કમ્પ્લીશન સર્ટિફિકેટ અથવા ફર્સ્ટ ઓક્યુપન્સી સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યા પછી રહેણાંક એકમોના વેચાણને સપ્લાય તરીકે ગણવામાં આવતા નથી અને આથી તે કરપાત્ર નથી.

    રિયલ એસ્ટેટ સેક્ટરમાં ITC રિવર્સલની રકમ કેવી રીતે નક્કી કરવી ? કમ્પ્લીશન સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યા પછી અને તે પહેલાં વેચવામાં આવેલ એકમોના સ્કવેર ફીટ વિસ્તારના આધારે ક્રેડિટનું રિવર્સલ કરવામાં આવે છે.

    ઉદાહરણ તરીકે, જો એક પ્રોજેક્ટનું કુલ ક્ષેત્રફળ 10000 ચો.ફૂટ ગણીઅે અને આમાંથી 5000 ચો.ફૂટ કમ્પ્લીશન સર્ટિફિકેટની પ્રાપ્તિ પહેલાં વેચવામાં  આવે છે તો આવા કિસ્સામાં ઉપલબ્ધ ITC 50 ટકા સુધી મર્યાદિત છે અને બાકીમાં 50 ટકા રિવર્સલને આધિન રહેશે.

    જ્યારે કોન્ટ્રાક્ટ લેબરને જોબ વર્ક માટે મટીરીયલ આપવામાં આવે ત્યારે શું ITC રિવર્સલ કરવી પડશે કે કેમ ?

    કલમ 19(1)ની જોગવાઈઓ અનુસાર, જોબ વર્ક માટે મોકલવામાં આવેલા ઈનપુટ્સની ક્રેડિટ પ્રિન્સિપાલને આપવામાં આવે છે. CGST Act, 2017ની કલમ 19(3)ની જોગવાઈ અનુસાર જો જોબ વર્કરને મોકલેલ કોઈ પુરવઠો એક વર્ષના નિર્ધારિત સમયની અંદર પ્રિન્સિપાલ દ્વારા પાછો ન મેળવવામાં આવે તો તેને સપ્લાય તરીકે ગણવામાં આવશે. જો જોબ વર્કરને મોકલેલ માલ એક વર્ષના નિર્ધારિત સમયમાં પાછો કરવામાં આવે તો પ્રિન્સિપાલને ITC મળવા પાત્ર છે, પરંતુ જો એક વર્ષના સમયગાળામાં પરત ન આવે તો તેને પ્રિન્સિપાલ દ્વારા જોબવર્કરને સપ્લાય માનવામાં આવશે જેના પર પ્રિન્સિપાલ ટેક્ષ વસૂલશે અને જોબ વર્કરને તેની ક્રેડિટ મળવાપાત્ર થશે અને આવા કિસ્સામાં ITC રિવર્સલનો પ્રશ્ન ઊભો થશે નહિ.

    જ્યારે કોઈ બે સાઇટ અલગ-અલગ રાજ્યોમાં હોય ત્યારે એક પ્રોજેક્ટ  સાઇટથી બીજી પ્રોજેક્ટ સાઇટ પર કેપિટલ ગુડ્સ ટ્રાન્સફર કરવા પર ક્રેડિટ રિવર્સ કરવામાં આવે છે કે કેમ ?

    Schedule - I એવી પ્રવૃત્તિઓ સૂચવે છે જેને સપ્લાય ગણવામાં આવશે ભલે ને પછી તે કન્સીડરેશન મેળવ્યા વગર કરવામાં આવેલ હોય. જો કંપનીના જુદાજુદા બે રાજ્યોમાં સાઇટ હોય તો CGST Act, 2017ની કલમ 22 મુજબ કોન્ટ્રાક્ટે આવા તમામ રાજ્યોમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જો કંપનીનું અસ્તિત્વ બે અલગ-અલગ રાજ્યોમાં હોય, તો કલમ 25 મુજબ આવી બંને સંસ્થાઓને અલગ અલગ વ્યક્તિ તરીકે ગણવામાં આવે છે. જો કોઈ કંપની પાસે કેપિટલ એસેટ હોય અને તેણે આવી એસેટ પર ઈનપુટ ટેક્ષ ક્રેડિટ લીધી હોય અને એક સાઇટ પર પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી તેને ટ્રાન્સફર કરવામાં આવે તો આવા કિસ્સામાં તેને સપ્લાય તરીકે ગણવામાં આવશે અને તે GST હેઠળ કરપાત્ર થશે.

    રિયલ એસ્ટેટ સેક્ટરમાં ITCનું નિયંત્રણ કમ્પ્લીશન સર્ટિફિકેટ પ્રાપ્ત કરવા સુધી લાદવામાં આવ્યું છે. કમ્પ્લીશન સર્ટિફિકેટ મેળવતા પહેલા બાંધકામમાં ITCની મંજૂરી છે કારણ કે તે પહેલા ફ્લેટ/યુનિટનું વેચાણ સપ્લાય તરીકે ગણવામાં આવે છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!