• આઇટમ ગર્લ નોરા ફલેહી હવે 39 કરોડની સંપત્તિની માલિક
    મુખવાસ 7-2-2023 07:56 AM
    • 5000 રૂપિયા લઇને કેનેડાથી આવી હતી
    નોરા ફતેહી આજે દેશ દુનિયામાં લાખો ચાહકો ધરાવે છે. અભિનેત્રી નોરા માત્ર 5000 રૂપિયા લઇને કેનેડાથી ભારત આવી હતી. આજે બોલિવુડમાં નંબર વન આઇટમ ગર્લની સાથે સાથે 39 કરોડની સંપત્તિની માલિક બની ચુકી છે. બિગ બોસ સિઝન 10માં નોરાએ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરી બિગ બોસના ઘરમાં આવી હતી. ભલે ત્યારે તે શોમાં વિનર ન બની પંરતુ બિગ બોસનું ઘર તેના માટે ટર્નિંગ પોઈન્ટ બની ગયું હતુ. બોલીવૂડ એક્ટ્રેસ અને ફેમસ ડાન્સર નોરા ફતેહી સલમાન ખાનના શો બિગ બોસથી ચર્ચામાં આવી હતી.  બિગ બોસના ઘરમાંથી બહાર આવ્યા બાદ બોલીવૂડમાં તેને ખૂબ જ કામ મળ્યું. આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ચોપ ડાન્સરની વાત કરવામાં આવે તો નોરા ફતેહીનું નામ પહેલાન નંબર પર આવે છે. નોરા હવે ભારતની દિલબર ગર્લ બની ગઈ છે.નોરા ફતેહી 2014 થી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી છે પરંતુ તેને સફળતા 2018માં આવેલી ફિલ્મ 'સત્યમેવ જયતે' ના ગીત 'દિલબર દિલબર' થી મળી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!