• સુરતના જ્વેલર્સે બનાવી નવા સંસદ ભવનના આકારની જવેલરી 
    મુખ્ય શહેર 2-6-2023 09:59 AM
    • પીએમ મોદીના પેન્ડન્ટની વધુ ડિમાન્ડ
    સુરત

    અવનવું કરવા માટે સુરત જાણીતું છે. આ વખતે લોકોના હાથમાં નવા સંસદ ભવનની જવેલરી જોવા મળશે. સુરત જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ વિશ્વને ભારતીય પરંપરા અને સૌથી વિશાળ તંત્ર અને તેના ભવન અંગે જાણકારી મળી શકે આ માટે નવા સંસદ ભવનના આકારના હિપહોપ જ્વેલરી બનાવી છે. પોતાની એક એક ડિઝાઇનથી વિશ્વભરના લોકોને આશ્ચર્યમાં મુકી દેનાર સુરત જ્વેલરી ઉદ્યોગ એ હાલમાં જ નવા સંસદ ભવનના આકારની જ્વેલરી તૈયાર કરી છે, જેમાં કાનની બુટ્ટી, રીંગ અને પેન્ડન્ટ સહિત કોટમાં લગાવવામાં આવનાર બ્રોચર તૈયાર કરવામાં આવ્યું છે. જેની અંદર રિયલ ડાયમંડ સીવીડી ડાયમંડ સહિત અનેક રંગીન ડાયમંડ જોવા મળે છે. સુરત શહેર સીધું દિલ્લી જોડે સંકળાયેલ છે ત્યાં જ્વેલરીની ખાસિયત છે કે આ સંપૂર્ણ રીતે નવા સંસદ ભવનના ડિઝાઇન ના રૂપમાં તૈયાર કરવામાં આવી રહી છે.

    સુરતના અને એક જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ હાલ આ ડિઝાઇનની જ્વેલરી તૈયાર કરી રહ્યા છે. આ જ્વેલરી ની ડિમાન્ડ દેશ-વિદેશમાં જોવા પણ મળી રહી છે. જ નહીં જ્વેલર્સ દ્વારા ખાસ 3d પ્રિન્ટિંગમાં લોકેટ તૈયાર કરાયું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર પણ છે અને તેની ઉપર ધી  લેજેન્ડ લખવામાં આવ્યું છે. આ પેન્ડર્ડ હીરા જડિત છે અને અઢી ઇંચ નો છે.હાલ સુરત તમામ જ્વેલરી ઉદ્યોગકારોને અમે એક થીમ આપી છે ટેમ્પલ ઓફ ડેમોક્રેસી. આની પાછળનું કારણ છે કે કોઈ પણ જ્વેલરી બજારમાં આવે તેની ડિઝાઇન ટ્રાઈગ્નલ છે એટલે કે નવા સંસદ ભવન ની પ્રતિકૃતિ જેવું હોય. આ ટ્રેન્ડ લાવવા માટે અમે નિર્ણય લીધો હતો.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!