• જહોન્સન એન્ડ જહોન્સન નાદાર જાહેર કરવા અરજી કરશે

    આંતરરાષ્ટ્રીય 23-3-2023 12:41 PM
    • અમેરિકમ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાની તૈયારી

    નવી દિલ્હી

    બેબી પાઉડરથી કેન્સર ફેલાવવાના કેસમાં 38,000 કેસ અને હજારો કરોડ ડોલરના વળતરનો સામનો કરી રહેલી અમેરિકન ફાર્મા કંપની જ્હોન્સન એન્ડ જ્હોન્સન હવે બચવા માટે સુપ્રીમ કોર્ટમાં નાદારી માટે અરજી કરી શકે છે. કંપની હાલમાં કાયદાકીય ગૂંચનો સામનો કરી રહી છે. તે યુએસ સુપ્રીમ કોર્ટને પોતાના યુનિટ એલટીએલ મેનેજમેન્ટને નાદાર જાહેર કરવા માટે વિચારણા કરવા કહેશે. તેના આવા જ એક પ્રયાસને યુએસ કોર્ટ ઓફ અપીલ્સ દ્વારા જાન્યુઆરીમાં ફગાવી દેવામાં આવ્યો છે અને તેના પર પુનઃવિચાર માટેની  અપીલ પણ બુધવારના રોજ સર્વસંમતિથી ફગાવી દેવામાં આવી છે. 

    ફિલાડેલ્ફિયા કોર્ટે અપીલને ફગાવી દેતાં કહ્યું હતું કે એલટીએલ મેનેજમેન્ટ ન તો નાણાકીય રીતે મુશ્કેલીમાં છે અને ન તો કંપનીને નાદાર જાહેર કરવી તે કાયદેસર રીતે યોગ્ય રહેશે.જ્હોન્સન એન્ડ જ્હોન્સનના બેબી પાવડર અન્ય ઉત્પાદનોથી મોટી સંખ્યામાં કેન્સર થવાથી લોકોએ વળતરની માંગણી સાથે યુએસ કોર્ટમાં મુકદ્દમો દાખલ કર્યો હતો. આ અંગે લેવાયેલા નિર્ણયોમાં કંપની પર હજારો કરોડનું વળતર લાદવામાં આવ્યું હતું. જ્હોન્સન એન્ડ જ્હોન્સન તેની સામે દાખલ થયેલા 38,000 કેસોને કોઈ પણ રીતે રોકવાનો પ્રયાસ કરી રહી છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!