•  જુહી ચાવલા-આયેશા ઝુલ્કા ફરી મેદાનમાં

    મુખવાસ 15-9-2022 10:38 AM
    • વેબ સિરીઝ હશ-હુશનું ટ્રેલર લોન્ચ, 90ના દાયકાની અભિનેત્રીઓનો અભિનય જોવા માટે ફેન્સ તૈયાર
    90ના દાયકાની જાણીતી અભિનેત્રીઓ  જૂહી ચાવલા અને આયેશા ઝુલ્કાની વેબ સીરિઝથી ડેબ્યૂ કરી રહી છે. બન્ને અભિનેત્રી વેબ સિરીઝ ‘હુશ હશ’ થી ફરી એક્ટિક શરૂ કરી રહી છે. શ્રેણીનું ટ્રેલર OTT પ્લેટફોર્મ Amazon Originalsના ઓફિશિયલ પેજ પર શેર કરવામાં આવ્યું છે. 2 મિનિટ 7 સેકન્ડના ટ્રેલરમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ એક મર્ડર મિસ્ટ્રી છે. ટ્રેલરમાં જુહી ચાવલા ઈશી સંઘમિત્રા તરીકે, એક શક્તિશાળી લોબીસ્ટ તરીકે, સોહા અલી ખાન, સાયબા ત્યાગી, ભૂતપૂર્વ ઇન્વેસ્ટિગેટિવ પત્રકાર, કૃતિકા કામરા એક સામાજિક રીતે ફસાયેલી ડોલી દલાલ તરીકે અને શહાના ગોસ્વામી સ્વ-નિર્મિત ફેશન ડિઝાઇનર તરીકે જોવા મળી રહી છે. આ ટ્રેલર ચાર મિત્રોના જીવનની ઝલક આપે છે. તે જ સમયે, ટેલિવિઝન અભિનેત્રી કરિશ્મા તન્ના એક પોલીસની ભૂમિકામાં જોવા મળે છે. ચાર મિત્રોના જીવનની આસપાસ ફરે છે, જેમનું જીવન એક ઘટના પછી સંપૂર્ણપણે બદલાઈ જાય છે. ચારેયની લાઈફમાં કંઈક એવું બને છે જે વિશે તેઓએ સપનામાં પણ વિચાર્યું ન હોય. 7-એપિસોડ શ્રેણીનું નિર્દેશન તનુજા ચંદ્રા દ્વારા કરવામાં આવ્યું છે, એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે ડબલ હેટ્સ ધરાવે છે. કોપલ નૈથાનીએ બે એપિસોડનું દિગ્દર્શન કર્યું છે, તેની સાથે આશિષ પાંડેએ પણ એક એપિસોડનું નિર્દેશન કર્યું છે. સંવાદો રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા લેખિકા જુહી ચતુર્વેદીએ લખ્યા છે. વિક્રમ મલ્હોત્રાની આગેવાની હેઠળની એબન્ડેન્ટિયા એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત, હશ હશ એમેઝોન પ્રાઇમ વિડિયો પર 22મી સપ્ટેમ્બરથી સ્ટ્રીમ થવા જઈ રહ્યો છે.

અન્ય સમાચારો...
Image
ઓડિશામાં દેખાતો પાંખોવાળો કાચબો ગુજરાતની નદીમાંથી મળ્યો
image
 ભરૂચના હાંસોટના ઈલાવ ગામ નજીક પસાર થતી કીમ નદીમાં માછીમારની જાળમાં ઓલિવ રીડલી પ્રજાતિનો કાચબો ફસાયેલો મળી આવ્યો હતો. ઓડિશાના દરિયાકિનારે  પ્રજનન માટે આવતો ઓલિવ રીડલી કાચબો દરિયાના કિનારે ઈંડા મુકે છે. ખારાશવાળા પાણીમાં જીવન વિતાવતો  ઓલિવ રીડલી કાચબા મીઠા પાણીની ખાડીમાં કઈ રીતે પહોંચ્યો એ એક તપાસનો વિષય છે. હાંસોટના ઈલાવ  ગામના માછીમારે કીમ નદીમાં માછીમારી કરવા માટે ગયા હતા. આ સમયે તેમની  જાળમાં એક કાચબો ફસાઈ ગયો હતો. આ પાંખવાળો કાચબો જોતા આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. આ કાચબાને જોતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. આ કાચબો ઓડિશાના દરિયા કિનારે તટ ઉપર પ્રજનન માટે આવતા ઓલિવ રીડલી પ્રજાતિનો કાચબો છે. ઓલિવ રીડલી કાચબા સમુદ્રના ખારાશવાળા પાણીમાં વસવાટ કરે છે. તેઓ દરિયાના કિનારે આવીને ઈંડા મુકતા હોય છે.