• જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી: 50 હજાર વૃક્ષોના વાવેતર માટે સંકલ્પ
    ગુજરાત 5-6-2023 12:15 PM
    જૂનાગઢ

    પર્યાવરણ દિનની ઉજવણી નિમિત્તે જૂનાગઢ મનપા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં 20 હજાર વૃક્ષો વાવવાનો અભિગમ હાથ ધરાયો છે. મનપાના પદાધિકારીઓ-અધિકારીઓ-કર્મચારીઓની ઉપસ્થિતિમાં સવારે દોલતપરા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો છે.

    સમગ્ર વિશ્વ સ્તરે ગ્લોબલ વોર્મીંગની અસર વર્તાઈ રહી છે ત્યારે જુનાગઢ મનપા વિસ્તારમાં વસતા નગરજનોને પર્યાવરણની જતનની જવાબદારી રૂપે વૃક્ષારોપણ માટે કટીબદ્ધ કરવાનો તથા લોકો પોતાના આંગણે પ્લોટમાં સાર્વજનિક પ્લોટમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણનું જતન કરી અને જુનાગઢને હરીયાળુ બનાવે તેવી મનપાએ અપીલ કરી છે. વિશ્વ પર્યાવરણ દિન નિમિતે 20 હજાર વૃક્ષો વાવવાના સંકલ્પ સાથે મનપાના પદાધિકારીઓ-અધિકારીઓએ કમ્મર કસી છે જેમાં મેયર ગીતાબેન, ધારાસભ્ય સંજય કોરડીયા ઉપરાંત જુનાગઢ કમિશ્ર્નર તન્ના સહિતનાઓએ માર્કેટીંગ યાર્ડ નજીક ઈપીએમ સ્ટ્રોંગરૂમ પાસે દોલતપરા ખાતે સવારે નવ કલાકે કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.