•  મુખ્યમંત્રીના હસ્તે થશે કાલાવડ રોડ ફ્લાયઓવર બ્રીજનું લોકાર્પણ, 3 લાખ લોકોને ટ્રાફિકમાં રાહત મળશે
    મુખ્ય શહેર 4-2-2023 09:44 AM
    છેલ્લા કેટલાય સમયથી રાજકોટમાં લોકોને ભારે ટ્રાફિકની સમસ્યા રહે છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જો કે હવે રાજકોટના દૈનિક 3 લાખ લોકોને ટ્રાફિકથી રાહત મળશે. સાથે રાજયભરના વાહનચાલકો અને શહેરીજનોને પણ ટ્રાફિકને લઈ હવે મોટી રાહત થશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં કાલાવડ રોડના ફ્લાયઓવર બ્રિજનું આજે લોકાર્પણ થશે.

    બ્રિજ તૈયાર થતા રાજકોટના રોજના 3 લાખ લોકો ટ્રાફિકથી મુક્ત થશે. ગોંડલ નેશનલ હાઈવેથી શહેરમાં આવ્યા વગર સીધું ભાવનગર હાઈવે જઈ શકાશે અને ત્યાંથી અમદાવાદ-ચોટીલા હાઈવે પર જવાશે. કાલાવડ રોડ પર જડ્ડુસ ચોક પાસે રૂ.73.19 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ કરાયુ છે. બ્રિજની લંબાઈ 360 મીટર છે જયારે પહોળાઈ 9.25મીટર છે. બ્રિજના નિર્માણથી કાલાવડ રોડ પરનો ટ્રાફિક હળવો થશે. તેનાથી શાળા-કોલેજમાં જતા વિદ્યાર્થીઓને ફાયદો થશે. સાથે જ મેટોડા GIDC તરફ જતા ઉદ્યોગકારો અને કર્મચારીઓ તેમજ કાલાવડ જતા લોકોને પણ તેનો લાભ મળશે. ઉપરાંત કાલાવડ રોડ પર એ.જી. ચોક પાસે રૂપિયા 28.25 કરોડના ખર્ચે તૈયાર થયેલો બ્રિજ પણ ખુલ્લો મુકાશે. બે વર્ષના સમયગાળામાં આ બ્રિજ તૈયાર થયો છે. તેમજ રૈયામાં ઈલેક્ટ્રીક ગેસ આધારીત સ્મશાનનું લોકાર્પણ પણ આજે મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!