• કેન વિલિયમસન ટેસ્ટ રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચ્યો, લાબુશેન પ્રથમ

    સ્પોર્ટ્સ 23-3-2023 01:01 PM
    • શ્રીલંકા સામે શાનદાર દેખાવ કર્યા બાદ ખુબ ફાયદો થયો

    વેલિંગ્ટન

    ન્યુઝીલેન્ડનાં કેન વિલિયમસને ટેસ્ટ રેકિંગમાં બીજા સ્થાને પહોંચી જવામાં સફળતા મેળવી છે. શ્રીલંકા સામે શાનદાર દેખાવ કર્યા બાદ તેની રેટિંગમાં સુધારો થયો છે. ઓસ્ટ્રેલિયન ખેલાડી લાબુશેન જ હવે તેના કરતા આગળ છે. અત્રે નોંધનીય છે કે પ્રથમ ટેસ્ટમાં કેને શ્રીલંકા સામે અણનમ 121 રન કર્યા હતા. સાથે સાથે પોતાની ટીમને જીત અપાવી હતી. બીજી ટેસ્ટમાં કેને બેવડી સદી ફટકારી હતી. તેના શાનદાર દેખાવનાં કારણે ટીમ શ્રેણી જીતવામાં સફળ રહી હતી. કેને મેન ઓફ ધ સિરિઝ થવામાં સફળતા મેળવી હતી.

     બીજી બાજુ વનડેમાં જોશ હેઝલવુડ પ્રથમ ક્રમાંકે છે. તે જાન્યુઆરી બાદ સતત સારો દેખાવ કરી રહ્યો છે. જાન્યુઆરી બાદથી હેઝલવુડે કોઇ મેચ રમી નથી છતાં તે પ્રથમ સ્થાને છે. મોહમ્મદ સિરાજે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. સિરાજે શ્રેણીની પ્રથમ વનડે મેચમાં ત્રણ વિકેટ ઝડપી હતી. આ મેચમાં ભારતે જીત મેળવી હતી. 

    ટેસ્ટ બેટ્સમેનોની યાદીમાં વિલિયમસન હવે બીજા સ્થાને પહોંચી ગયો છે. તે 883 રેટિંગ સાથે બીજા સ્થાને છે. જ્યારે લાબુશેન 915 રેટિંગ સાથે પ્રથમ સ્થાને છે.સ્મિથ ટેસ્ટ રેટિંગમાં ત્રીજા સ્થાને છે. ટેસ્ટ બોલરમાં અશ્વિન પ્રથમ સ્થાને છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!