• સોશ્યલ મેસેજ ધરાવતા  આઉટડોર્સના હોર્ડીગ્સ કૌશિક શાહ
    સક્સેસ સ્ટોરી 23-2-2022 12:08 PM
    • નીતિ અને ધીરજ રાખીને સહન કરવામાં આવે તો ચોક્કસ સફળતા મળે છે
    • ભવિષ્યમાં ડીજિટલ મીડિયામાં જવાનું અમારી કંપનીનું પ્લાનિંગ છે: કૌશિક શાહ
    અમદાવાદ

    શહેરમાં તમે ઘણા હોર્ડીંગ્સ જોયા હશે પરંતુ અમારી કંપનીના હોર્ડીંગ્સમાં તમને હમેંશા કોઇ સોશ્યલ મેસેજ જોવા મળશે એવું કૌશિક આઉટડોર્સના ઓનર કૌશિક શાહે જણાવ્યું હતું. 

    ‘ગુજરાત મેઇલ’ સાથેની મુલાકાતમાં કૌશિક શાહે જણાવ્યું હતું કે અમારી કંપનીની પહેલેથી નીતિ રહી છે કે હોર્ડીંગ્સમાં હમેંશા કોઇ સોશ્યલ મેસેજ હોવો જોઇએ. આજે પણ અમારી કંપનીના તમામ હોર્ડીંગ્સમાં તમને સોશ્યલ મેસેજ જોવા મળશે. સ્વચ્છતા, પાણી બચાવો, વ્યસન છોડો, બેટી બચાવો જેવા જુદા જુદા સોશ્યલ મેસેજથી નાગરિકોમાં જાગૃતિ લાવવાનો અમારો આ નમ્ર પ્રયાસ છે. હવે તો લોકો અમને કોઇ સારો સોશ્યલ મેસેજ હોર્ડીંગ્સમાં મુકવા માટે મોકલી આપે છે. 

    તેમણે જણાવ્યું કે જો વ્યવસાયમાં નીતિ અને ધીરજ રાખીને સહન કરવામાં આવે તો ચોક્કસ સફળતા મળશે જ. પોતાની સંઘર્ષ યાત્રા અંગે માહિતી આપતાં તેમણે કહ્યું કે રીલિફ રોડ પર આવેલી સ્કુલમાં હું ભણવા જતો હતો ત્યારે તેની પાસેના હોર્ડીંગમાં વારંવાર જાહેરાતો બદલાતી હતી જે મને ગમતી હતી પરંતુ તે કેમ બદલાતી હતી એ પ્રશ્ન મારા મનમાં ઉઠતો હતો. ત્યારબાદ મેં કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તરત જ એક કંપનીમાં નોકરીએ લાગી ગયો. ગત તા.22 જુન 1982ના રોજ રથયાત્રાના દિવસથી મેં જોબ શરૂ કરી હતી અને સતત 19 વર્ષ સુધી એક જ કંપનીમાં જોબ કરી હતી. એક જ જગ્યાએ લાંબા સમય સુધી કામ કરવાના કારણે મને ઘણું બધું શિખવા મળ્યું અને તમામ પ્રકારના કામનો બહોળો અનુભવ પણ મળ્યો. 

    કૌશિક શાહે વધુમાં જણાવ્યું કે ગત તા. 1 એપ્રિલ 2001થી ‘કૌશિક આઉટડોર્સ’ કંપનીનો આરંભ કર્યો હતો. આજે 18 વર્ષ પછી અમે માર્કેટમાં લીડિંગ છીએ. અમારી કંપનીના કુલ 2150થી વધુ હોર્ડીંગ્સ છે જેમાં અમદાવાદ શહેરમાં 650 અને એ ઉપરાંત કડી, કલોલ, નડિયાદ, આણંદ, ભાવનગર, રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં 1500થી વધુ હોર્ડીંગ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અમદાવાદ રેલવે સ્ટેશન સહિત 70થી 80 રેલવે સ્ટેશનો પર અમારા હોર્ડીંગ્સ છે. 

    અમારા માટે ગ્રાહકોનો સંતોષ સૌથી વધારે મહત્વનો છે. હવે નજીકના ભવિષ્યમાં ડીજિટલ મીડિયામાં જવાનું અમારૂં પ્લાનિંગ છે. અમારે ત્યાં ટીમવર્કથી કામ થાય છે અને સંનિષ્ઠ સ્ટાફની મદદથી જ અમે જીતીએ છીએ. અમારી કંપનીમાં સ્ટાફને પરિવારના સભ્યોની જેમ રાખવામાં આવે છે અને અમે તમામ તહેવારો સાથે મળીને ઉજવીએ છીએ. 

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!